છૂટછાટ:સાણંદ APMCમાં ઘઉંની વિક્રમી આવક : 2 કિમી ટ્રેકટરોની કતારો

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ સિઝનમાં 2.70 લાખ ક્વિન્ટલ ઘઉં ખરીદાયા

ગુરુવારે અમદાવાદ જીલ્લા ઉપરાંત આસપાસના મહેસાણા અને સુરેન્દ્રનગર જીલ્લાના પણ કેટલાક વિસ્તારોમાંથી ઘઉં વેચવા ખેડૂતો ઉમટી પડતા ટ્રેકટરોની બે કિમી લાંબી લાઈનો જોવા મળી હતી. સાણંદ એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ સોલંકી , સેક્રેટરી ગીરીશભાઈ પટેલ સહીત સ્ટાફની વહીવટી કુશળતાને લઈને ચાલુ સિઝનમાં ૨.૭૦ લાખ ક્વિન્ટલ ઘઉંની ખરીદી સાણંદ એપીએમસીમાં થઇ છે અને બજારધારાના પાયાના સિદ્ધાંતો સાચો તોલ, રોકડા નાણા અને ખુલ્લી હરાજીનું અહી ચુસ્ત પાલન હોવાથી સાણંદ એપીએમસી ખાતે જિલ્લાના સાણંદ, બાવળા, ધોળકા, વિરમગામ સહીત લીંબડી તાલુકાના ગામોમાંથી આશરે એક અઠવાડિયાથી મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં લઈને સાણંદ એપીએમસી ખાતે વેચાણ માટે ઉમટી પડ્યા છે.

લોકડાઉન ખુલ્લતા જ શરૂઆતમાં દરરોજના  ફક્ત સાણંદ તાલુકાના 5 ગામોના 100 ટ્રેક્ટરો ઘઉંના વેચાણ માટે બોલવામાં આવતા હતા.નિયમોમાં છૂટછાટ મળતા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખેડૂતો આવી રહ્યા છે. ગુરુવારે સાણંદ એપીએમસી બહાર 2 કિ.મી રોડ ઉપર લાંબી લાઈનો ટ્રેક્ટરોની લાગી હતી.500 ટ્રેક્ટરોની આવક થઇ હતી.એપીએમસી ખાતે વેચાણ-ખરીદી માટે આવતા ખેડૂતો અને વેપારીઓ ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોઢા ઉપર માસ્ક સાથે નિયમોનું ચુસ્ત પાલન એપીએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે.ગુરુવારે 320 થી 420 સુધીનો પ્રતિ મણનો ભાવ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...