આગેવાનોમાં નારાજગી:સાણંદમાં ભાજપે કનુભાઈને ટિકિટ આપતાં એપીએમસી ચેરમેનનો બળવો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેંગારભાઈ સોલંકીની અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત

અમદાવાદ જિલ્લાની સૌથી મહત્વની ગણાતી બેઠક સાણંદ વિધાનસભાની ટિકિટ માં ભાજપે પ્રવર્તમાન ધારાસભ્ય કનુભાઈ પટેલને રીપીટ કરતા સાણંદ વિસ્તારમાં કેટલાક આગેવાનોમાંનારાજગી પણ જોવા મળી રહી છે કનુભાઈને ટિકિટ મળતા આ જ ટિકિટના અન્ય દાવેદાર સાણંદ એપીએમસીના ચેરમેન અને સહકારી ક્ષેત્રના આગેવાન ખેંગારભાઈ સોલંકી બળવો પોકાર્યો છે. તેઓ એક કનુભાઈને ટિકિટ આપવાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને પોતાને ભાજપ એ ટિકિટ ના આપતા હવે અપક્ષ તરીકે લડશે તેવી જાહેરાત પણ કરી છે.

સાણંદ વિધાનસભા બેઠકમાં પ્રવર્તમાન ધારાસભ્ય કનુભાઈ પટેલને ભાજપે રીપીટ કર્યા છે. કનુભાઈ પટેલ એ કોળી પટેલ સમાજના આગેવાન છે ને સાણંદ વિધાનસભા વિસ્તારમાં કોળી પટેલ સમાજમાં વર્ચસ્વ ધરાવે છે ત્યારે સાણંદ વિસ્તારના જ કોળી પટેલ સમાજના અન્ય આગેવાન ખેંગારભાઈ મનજીભાઈ કોળી પટેલ જેઓ પણ કોળી પટેલ સમાજમાં સાણંદ બાવળા બંને તાલુકામાં વર્ચસ્વ ધરાવે છે.

સાણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે, અને સતત બીજી ટર્મમાં એપીએમસી ચેરમેન તરીકે ચૂંટાયેલા છે ત્યારે તેઓએ કનુભાઈ ને આપેલ ટિકિટ નો વિરોધ કરી પોતાના ટિકિટ નહીં મળતા હવે અપક્ષ તરીકે લડવાનો મૂડ બનાવી લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપમાં બંગાળ પડતા ભાજપના મોટા ગજાનાં નેતા ખેંગાર ભાઈને સમજાવવાના ધનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ખેંગારભાઈએ નમતું મૂક્યું નથી અને પોતે ચૂંટણી લડશે જ તેવું જાહેર કર્યું છે. બીજી તરફ ભાજપના ભંગાણ નો લાભ લેવા કોંગ્રેસના પણ હાઈ કમાન્ડ ના કેટલાક નેતાઓ ખેંગારભાઈ ના સંપર્કમાં હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે જો ખેંગારભાઈ અપક્ષ તરીકે ચૂંટણી લડે તો વિધાનસભાની સૌથી મોટી વોટ બેંક કોળી પટેલ સમાજની છે જેના વોટ વહેંચાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. અને જો આમ થાય તો સાણંદ વિધાનસભાના સમીકરણો બદલાઈ શકે છે તેમ તેમ છે.

ખેંગારભાઈ પોતાના સમર્થકો સાથે લોદરિયાળ નજીકના ફાર્મ હાઉસમાં હોવાની ચર્ચા
ભાજપે ટિકિટના આપતા નારાજ થયેલ સહકારી આગેવાન ખેંગારભાઈ શનિવારે તેમના 200થી પણ વધુ સમર્થકો સાથે લોદરિયળ નજીક એક ફાર્મ હાઉસમાં ભેગા થયા હોવાની ચર્ચા એ જોડ પકડ્યું છે. દિવ્યભાસ્કર એ આ અંગે ખેંગારભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હું ચૂંટણી તો લડવાનો જ છું. ભાજપ એ ટિકિટ ના આપે તો કંઈ નહીં અપક્ષ માંથી લડીશ.તેવી જાહેરાત કરતા ગરમાવો વ્યાપ્યો છે.અને આ બેઠકને લઈને હાલમાં અનેક અટકળો ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...