તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક બાજુ કોરોના અને બીજી બાજુ બર્ડ ફલૂએ પડતા પર પાટુ જેવો હાલ નળસરોવર ખાતે આવેલા બોટમેનનો કર્યો છે. હાલ બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે સુરક્ષાના પગલાં લેતા સરકારના આદેશ અનુસાર પક્ષી અભિયારણ પ્રવાસીઓ માટે બંધ છે. તેથી આ બોટમેનનો વ્યવસાય ભાગી પડ્યો છે.
નળસરોવરના ખોળામાં હોડી હાંકીને પ્રવાસીઓનું મનોરંજન પૂરું પડતા બોટમેન હાલ બેરોજગાર છે. નળસરોવર યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે અને આ વિદેશી મહેમાનોને જોવા લોકો મોટી સંખ્યામાં નળસરોવર ખાતે આવે છે. પરંતુ હાલ ઉપરા ઉપરી મહામારીના સંકટ વચ્ચે બોટમેનનોની બોટ થંભી ગઈ અને સાથે એમની રોજી રોટી પણ.
માનવ સેવા ટ્રસ્ટ,સાણંદ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા આ જરૂરિયાતમંદ 60 બોટમેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નળસરોવર આર.એફ.ઓ, માનવ સેવાના મનુભાઈ બારોટ હાજર રહ્યા હતા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંકટના સમયમાં આ બોટમેનોને મદદ કરી માનવતાની મહેક ફેલાવવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.