અઠવાડિયામાં સાણંદ તાલુકામાં બીજી ઘટના:ચાંગોદર ગામમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ, મંદિર પર વીજળી પડી

સાણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંદિરને નુકસાન થયું હતું. - Divya Bhaskar
મંદિરને નુકસાન થયું હતું.
  • તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં વીજળી પડવાની બીજી ઘટના સામે આવી

સાણંદ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં વીજળી પડવાની બીજી ઘટના સામે આવી છે. તાજતેરમાં નવાપુરા ગામે વીજળી પડી હતી. ત્યારે સાણંદના ચાંગોદરમાં રામજી મંદિર પર વીજળી પડતા ભગવાની મૂર્તિને નુક્શાન થયું હતું.

સાણંદ તાલુકાના ચાંગોદર ગામે સોમવારે આશરે રાત્રે 10 વાગ્યાના સુમારે ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ હતો. તે અરસામાં ગામમાં આવેલા રામજી મંદિર ઉપર ધડકાભેર વીજળી ત્રાટકી હતી. જેને લઈને મંદિરમાં ભગવાનની મૂર્તિને નુકશાન થવા પામ્યું હતું તેમજ મંદિરની દીવાલમાં તિરાડ પડી જવા પામી હતી. મંદિર પર વીજળી પડતા બાજુમાં રહેતા કલ્પેશભાઈ મહારાજનું આખું ઘર ધ્રુજી ઉઠતા ભૂકંપ આવ્યો હોય તેવી અનુભૂતિ થઇ હતી. સદભાગ્યે કોઈને ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વીજળી પડવાની ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાલુકામાં વીજળી પડવાની અઠવાડિયામાં બીજી ઘટના સામે આવી છે. પહેલા સાણંદમાં ઝાડ પર વીજળી પડતાં મંદિરની ધજાને નુકસાન થયું હતુંુ.

સાણંદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ સીઝનનો 24 ઇંચ વરસાદ થયો
સાણંદમાં સતત ત્રણ દિવસથી મેઘ રાજા વરસ્યા છે અને ભાદરવો ભરપુર હોય તેમ સોમવારે સાણંદમાં સમી સાંજે સાણંદ શહેર સહીત આસપાસના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો. અને મોડી રાત્રી સુધી વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. વરસાદ દરમ્યાન સાણંદના નાળાની ભાગોળ, કોલટ રોડ, બસ સ્ટેશન સામે સહીતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મંગળવારે વહેલી સવાર સુધીમાં 66 એમ.એમ વરસાદ ખાબક્યો હતો. સાણંદમાં સીઝનનો કુલ 599 એમ.એમ વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...