ફરિયાદ:સાણંદના નવાપુરના યુવકનો ફોટો મૂકી 4 ફેક ID બનાવી

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર આઇડી બનાવતાં પોલીસ ફરિયાદ

થોડાક સમયથી સોશીયલ મીડિયાન માધ્યમમાં ફેક આઈડી બનાવી લોકોને હેરાન પરેશાન કરવાની અગાઉ અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં સાણંદની યુવતીના ફોટા કોઈ અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તે ફોટા સાથે અશ્લીલ ફોટો મુકતા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વધુ એક ઘટના બની છે. સાણંદના નવાપુરા ગામના યુવકના ફોટા મુફી કોઈ અજાણ્યા ઇસમે 4 ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવતા અમદાવાદ રેંજના સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સમગ્ર વિગતો એવી છે કે કોઈ અજાણી વ્યક્તિએ સાણંદના નવાપુરા ગામના યુવકના પર્સનલ ફોટાનો ઉપયોગ કરી 4 ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી બનાવી હતી. તેના ડી.પીમાં નવાપુરા ગામના યુવકનો ફોટો રાખી ઇન્સ્ટાગ્રામ પર યુવકના મિત્રોને ટેગ કરતા સમગ્ર મામલે યુવકને જાણ થતા ચિંતામાં સરી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને યુવકએ અમદાવાદ રેંજના સાયબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસે 4 ફેક આઈ.ડી ધારક અજાણી વ્યકિત સામે ગુનો નોંધાયો છે. હાલમાં ફેક આઇડી બનાવવાના બનાવોમાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...