વિરોધ:સરી પાટિયા પાસે મેલડી માતાનું મંદિર હટાવવા બાબતે વિરોધ

સાણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ સિક્સ લેન બનતો હોવાથી
  • ​​​​​​​રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગે દબાણ હટાવવાના આદેશ કર્યો

સરખેજ ચાંગોદર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.8 સિક્સ લેન બનતો હોવાથી રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગ સાણંદના સરી ગામના પાટિયા પાસે મેલડી માતાજીના મંદિરનું દબાણ હટાવવા આદેશ કરાયો છે ત્યારે આસપાસના 11 ગામના શ્રધ્ધાળુંઓ દ્વારા વિરોધ કરાયો છે.સરી ગામના પાટિયે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.8 ઉપર મેલડી માતાજીના મંદિર આવેલ છે. જે માતાજીને આજુબાજુના ચાર ગામો રજોડા,સરી, મટોડા અને ચા.વાસણાના ગ્રામજનો શ્રધ્ધાપૂર્વક પૂજે છે અને ચાર ગામના સીમાડા વચ્ચે આ મંદિર બનાવવામાં આવેલ છે.

આ મંદિરની સ્થાપના આશરે 40 વર્ષ પહેલા ચારેય ગામના લોકોએ મળીને કરેલ છે આ નેશનલ હાઇવેનું નવીનીકરણ કરતા આ મેલડી માતાજીનું મંદિર ખસેડવાનું કે તેને નુકશાન કરાય તો ચારેય ગામના લોકોની લાગણી દુભાય તેમ છે તે માટે માતાજીનું મંદિર ત્યાંજ રહેવા દઈને પિલ્લરવાળો ઓવર બ્રિજ બનાવવો એવી આસપાસના 11 ગ્રામના લોકોએ માગણી કરી છે. સાથે સાથે લોકોએ માતાજીનું મંદિર તૂટે નહિ એ માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...