હાલાકી:સાણંદના ગોરજ ગામના ST સ્ટેન્ડ આગળ દબાણ, તાલુકામાં અનેક સ્ટેન્ડ બિસમાર

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ નળ સરોવર રોડ ઉપર આવેલા ગોરજ ગામના પાટિયા પાસે જ એસટી બસનું સ્ટેન્ડ આવેલું છે જે આગળ સ્થાનિક તંત્રના આર્શીવાદના કારણે બિન્દાસ દબાણ કરાયું છે, ગોરજ ગામના સ્ટેન્ડમાં મુસાફરોને એસટી બસની રાહ જુવા ઉભા રહેવા કે બેસવા માટે આ બનાવવમાં આવ્યું છે પરંતુ સ્ટેન્ડ આગળ દબાણ અને પાસે રહેલા ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તેમજ શ્રીનગર બસ સ્ટેશનને પણ કોઈ અજાણ્યા ઈસમોએ નુકસાન કર્યું છે અને બસ સ્ટેશનને પાર્ક બનાવી દઈ લારીઓ પાર્ક કરી છે. અગાઉ સાણંદ તાલુકાના કુંડલ ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત થયું હતું જેને સમારકામ કરવા માંગ કરાઈ હતી. આમ સાણંદ તાલુકામાં અનેક બસ સ્ટેશન બિસ્માર હાલતમાં છે ક્યાંક તો કોઈ માથાભારે ઈસમો દબાણ કરી બેઠા છે ત્યારે આવા ઈસમો સામે તંત્ર કયારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...