તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:સાણંદમાં વધુ 2 કોરોના પોઝિટિવ : કુલ આંક 303

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 148 કેસ, તા. ગ્રામ્ય વિસ્તારમાં 155 કેસ

સાણંદમાં લોકો બેખોફ થઈ જાહેરમાં માસ્ક વગર અને બિનજરૂરી ફરતા થતાની સાથે જ વધુ સાણંદ શહેર 2 પોઝિટિવ કેસો નોંધાયા છે જેને લઈને આરોગ્ય વિભાગે, વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી.ગુરુવારે આરોગ્ય સૂત્રોએ જણાવ્યું કે સાણંદ શહેરમાં આવેલ જલદીપ ફ્લેટ ખાતે રહેતા 31 વર્ષીય મહિલા અને રિદ્ધિ-સિદ્ધિ બંગલો ખાતે રહેતા 41 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક જ દિવસમાં સાણંદ શહેરમાં બે કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સાણંદ શહેરમાં 148 કેસ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 155 કેસ એમ અત્યાર સુધી કુલ 303 કેસો પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...