આજે મતદાન:સાણંદ તાલુકા પંચાયતની 2 સીટ પર આજે મતદાન યોજાશે

સાણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 ઉમેદવારનંુ ભાવિ EVMમાં સીલ થશે : 11 બુથ પર 60 કર્મચારી ફરજ બજાવશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સાણંદ તાલુકા પંચાયતની ખાલી પડી રહેલી પીંપણ અને ઝાંપ સીટ પર આજે યોજાનાર ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ,આપ અને બસપા પક્ષોના કુલ 6 ઉમેદવારનુ ભાવિ EVM માં સીલ થશે સાણંદ તાલુકા પંચાયતની ખાલી પડી રહેલ પીંપણ અને ઝાંપ સીટ ઉપર કુલ 4 અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા દાવેદારી નોંધાવી છે આજે બન્ને સીટના 11 બુથ ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે પેટા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

11 બુથ ઉપર 60 જેટલા કર્મીઓ ફરજ બજાવશે સાથે સાથે ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે. જેમાં 1 એ.એસ.પી, 1 ડી.વાય.એસ.પી, 2 પી.આઈ, 4 પી.એસ.આઈ, 76 પોલીસ જવાનો, 5 એસ.આર.પી, 19 હોમગાર્ડ જવાનો તહેનાત રહેશે. સાણંદ ઉપરાંત ધંધુકામાં પણ પાલિકા વોર્ડની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાશે. જેને લઇ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા શનિવારે જ ઈવીએમ સહિતની સામગ્રી મતદાન સ્થળે રવાના કરી દેવામાં આવી હતી.

જોકે ધંધુકાના વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી સ્થાનિકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આપ પક્ષ તરફથી પણ ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. જેના કારણે પેટાચૂંટણીમાં ત્રીપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મતદારો પોતાનો ઉમેદવાર કયા પક્ષનો પસંદ કરે છે તે જોવુ રહ્યું મતગણતરી મંગળવારના રોજ યોજાવાની છે.

અન્ય સમાચારો પણ છે...