તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારના રંગમાં ભંગ:મટોડા અને લોદરિયાળથી 12 જુગારી પોલીસ પકડમાં

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદના મટોડા અને લોદરીયાળ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા 12 શખ્સોની અલગ અલગ બે દરોડામાં ધરપકડ કરી જુગાર ધારા મુજબ તમામ સામે કાર્યવાહ હાથ ધરવામાં આવી છે. જેને લઈને જુગારીઓમાં ફફડાટ લેવાયો છે.

સોમવારે રાત્રે એક વાગે સાણંદ તાલુકાના મટોડા ગામે ભાગોલીયા વિસ્તારમાં તળાવ પાસે ગોગામહારાજની દેરીની બાજુમાં જાહેરમાં પીન-પત્તીનો જુગાર રમી રહેલા અશોક શકરા મકવાણા(કો.પટેલ રહે.સરી), પરષોતમ રમણ ચૌહાણ (કો.પટેલ રહે.વાસણા ઢેઢાલ તા.બાવળા), રમણછોડ અજમલ કો પટેલ (રહે.લોદરીયાળ), સુભાષ ખેંગાર મકવાણા (કો.પટેલ રહે.મટોડા), પરબત બચુ દેવીપૂજક (રહે.શ્રીનગર તાબે ફાંગડી)ને રોકડ રૂ.51110, 5 મોબાઈલ કિં.રૂ.18500 મળી કુલ રૂ.69610ના મુદ્દામાલ સાથે ચાંગોદર પોલીસે ઝડપી લઇ ગુનો દાખલ કર્યો છે. સાથે સાણંદના લોદરીયાળ જુના ગામમાં બાવળના ઝાડ નીચે તીન પત્તીનો જુગાર રમતા બાબુ ખોડા, બાબુ કમા, નટુ ધીરજ, ભરત વિસા, પશુરામ શાંતુ, વશરામ કેશા, કાંતી ઝવેરાને જુગાર રમતા રોકડ રૂ.19720નો મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડી તમામના સામે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...