તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વાદી સમાજમાં વેક્સિનેશન જાગૃતિ અભિયાનનું આયોજન

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજના મોટાભાગના લોકો ભીક્ષાવૃત્તિમાં સંકળાયેલા હોવાથી તેઓ રોજ અમદાવાદ સુધી જાય છે, જે ત્રીજી લહેરને આમંત્રણ સમાન છે

સમગ્ર ભારતમાં કોરોનાની બીજી લહેર લગભગ ખતમ થવાના આરે છે. તેવા સમયમાં ભારતમાં અને ગુજરાતમાં તજજ્ઞો માને છે કે કોરોના પર સંપૂર્ણ કાબૂ મેળવવા વેક્સીનેશન એજ વિકલ્પ છે. ત્રીજી લહેરનો સામનો ન કરવો પડે તે માટે સઘન વેક્સિનેશન જરૂરી બને છે. ભારત જેવા મોટા દેશમાં જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. અંધશ્રદ્ધા, વહેમો અને ખોટી માન્યતાને આધારે લોકોમાં વેક્સીનેશન પ્રત્યે જાગૃતિનો અભાવ જોવા મળે છે. ગુજરાતના અંતરિયાળ ગામમાં આજે પણ વેક્સિન લેવામાં ખચકાટ અનુભવે છે.

સાણંદ તાલુકામાં વિંછીયા ગામ નજીક 200 કુટુંબની વાદી વસાહત આવેલી છે. તેઓ મુખ્ય ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા છે. આ લોકો રોજેરોજ સાણંદ, સરખેજ જેવા સ્થળોએ ભિક્ષા માંગવા જાય છે. રોજનું સતત શહેરોમાં જવું તે કોરોનાને નોતરવા બરાબર છે. જો આ લોકોને વેક્સિન મળે અને હોંશે હોંશે લેક્સીન લે તો કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડી શકાય છે. વાદી સમુદાયમાં વેક્સિન પ્રત્યે અણગમો અને બીક રહેલી છે. આ બીકને દૂર કરવા માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અક્ષયપાત્રની મદદથી 200 રાશન કીટ વિતરણ કરી સાણંદ પ્રાંત અધિકારી તથા મામલતદારની આગેવાનીમાં જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં વાદી મુખ્યા ગોરખનાથ દ્વારા વેક્સિન લેવા માટે લોકોને સમજણ આપી તથા હુ વેક્સિન લઈશ એવા શપથ લેવડાવ્યા. લોકોમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું આ અનેરું સોપાન હતું. સમગ્ર કાર્યક્રમમાં સાણંદ પ્રાંત અધિકારી, મામલતદાર, માનવ સેવાના મનુભાઈ વગેરેએ પોતાની વાત રજૂ કરી જેથી લોકો વેક્સિન તરફ આગળ વધે.

અન્ય સમાચારો પણ છે...