ખાડાનું સામ્રાજ્ય:સાણંદના બજાર રોડ પર 20 દિવસ પહેલા ખાડા પુર્યા, 10 દિવસ ફરી પડ્યા

સાણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ શહેરના ગૌરવ પથ તરીકે જાણીતા બજાર રોડ એટલે કે એસ.ટી સ્ટેન્ડ થી ઘોડાગાડી સુધીના માર્ગના પર તાજેતરમાં વી.વી.આઈ.પી. નો કાફલો પસાર થવાના હતો. સાણંદ તંત્રએ તાબડતોબ માર્ગ ઉપર ખાડાઓ શોધી શોધીને સમારકામ કરી માર્ગ ઉપરથી ખાડાનું સામ્રાજ્ય દુર કર્યું હતું.

પરંતુ 10 દિવસ બાદ સમારકામ કરેલ એ જગ્યાએ ખાડાઓ પડ્યા છે. અને લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે. પરંતુ કદાચ તંત્રને હવે પબ્લિકની મુશ્કેલી દેખાતી નહીં હોય જેના કારણે હજી ખાડાનું સમારકામ થયું નથી. અહીંથી દરરોજ પસાર થતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...