તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિદેશી દારૂ ભરેલી કારે પીંપણ નજીક હીટ એન્ડ રન કરતાં લોકોએ ઝડપી

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કારને અકસ્માત નડતાં દારૂ ઝડપાયો હતો. - Divya Bhaskar
કારને અકસ્માત નડતાં દારૂ ઝડપાયો હતો.
  • બાઇકને ટક્કર મારી ભાગવા જતાં ચાલકને ગામ લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો : દારૂ સહિત 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત

સાણંદ નજીક આવેલા પીંપણ નજીક કારના ચાલકે હીટ એન્ડ રન કરતા ગામ લોકોના ટોળા એકઠા થતા કારની અંદર વિદેશી દારૂ મળી આવતા ગામ લોકોએ કાર ચાલકને ઝડપી લઇ પોલીસ હવાલે કરતા વિદેશી દારૂ સહીત કુલ 3.45 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે સાંજે સાણંદ બાવળા રોડ ઉપરથી પૂર ઝડપે પસાર થઇ રહેલ આઈ-20 કારના ચાલકે આગળ જઈ રહેલા હોન્ડા અમેઝને ટક્કર મારી આગળ પીંપણ ગામ નજીક આ ચાલકને લોકોએ ઝડપી લેતા અંદર વિદેશી દારૂ ભરેલી બોટલો મળી આવતા સાણંદ પોલીસને જાણ કરાતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની કડક પુછપરછ કરતા રમીઝખાન તેજખાન પઠાણ (રહે વિસનગર, જીલ્લો મહેસાણા)નું હોવાનું જણાવ્યું હતું અને પોતે આ જથ્થો સિદ્ધપુર ચોકડી ખાતેથી લાવ્યો હોવાનું અસલાલી સપ્લાય કરવાનો હતો એવી હકીકત સામે આવી હતી જેથી પોલીસે મળી આવેલા વિદેશી દારૂની 8 પેટી કિંમત 94500 મળી કુલ 3.45 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ રમીઝખાન પઠાણ તેમજ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...