શાંતિપૂરા–સરખેજ હાઈવે બિસમાર:દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકી, રોડનું સમારકામ થાય તેવી લોકોએ માગ કરી

સાણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાણંદ –સરખેજ જવાના માર્ગ પર શાતીપુરાથી સરખેજ ચોકડી સુધીનો હાઈવે રોડ ઘણા મહિનાઓથી ભારે બિસમાર હાલતમાં થઈ જવાના કારણે અહીંથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સાણંદના શાંતિપુરા બ્રિજના નિર્માણથી સરખેજ ચોકડી સુધીના આ રોડ પર 6 મહિનાથી ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે.

વળી આ ખાડાને કારણે હેવી વાહનો દ્વારા ધૂળની ડમરીઓ સતત ઉડતી રહે છે. જેથી ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. તેમજ સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજના તાલુકાનાં લોકો અમદાવાદ અભ્યાસ, નોકરી માટે આ હાઇવેનો મુખ્યતે ઉપયોગ કરતાં હોય છે. અને રાત્રિના સમયે આ રોડ ઉપર મોટા ભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે મોટા ખાડામાં ટુ વ્હીલ ચાલકો ધકડાભેર ખાડામાં પટકવાની અનેક વખત ઘટના સામે આવી છે જેમાં ચાલકોને નાના મોટી ઇજાઓ પણ પહોચે છે અને ગંભીર અકસ્માતની ભીતિ પણ ખાડના કારણે ચાલકોને સતાવી રહી છે.

વળી આ ઝાલાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ હોઈ અહી ઈમરજન્સી કેસોની એમ્બ્યુલન્સ પણ મોટી સંખ્યામાં પસાર થાય છે. ત્યારે આ રોડની આશરે છેલ્લા 6 મહિનાથી આવી હાલત છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વારંવાર આ માર્ગનું સમારકામ કરાય છે. પરંતુ થોડા સમયમાં રોડ એવોને એવો થઇ જાય છે આ રોડનું પાકાપાયે સમારકામ કરી નવીનીકરણ કરવામાં આવે તેવી વાહન ચાલકોની ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...