તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેન્દ્ર મોદીની મુલાકાત:PMની ઝલક જોવા લોકો ધાબા પર ચડ્યા

સાણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
તો મોદીએ લોકોનું અભિવાનદ કર્યું હતું - Divya Bhaskar
તો મોદીએ લોકોનું અભિવાનદ કર્યું હતું
  • ચાંગોદરમાં પીએમ મોદીની મુલાકાતને લઈને સજ્જડ સુરક્ષા : 471 પોલીસ જવાનોનો પહેરો

સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ ફાર્મા કંપની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને જીલ્લા પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પી.એમના રૂટ પર 3 એસ.પી, 8 ડી.વાય.એસ.પી, 12 પી.આઈ, 40 પી.એસ.આઈ સહીત 408 પોલીસ કર્મચારીઓનો દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. ચાંગોદરમાં પી.એમના આગમનને લઈને લોકોમાં પીએમની ઝલક જોવા અનોખો ઉત્શાહ જોવા મળ્યો હતો. લોકો આસપાસના ઘરો, દુકાનોના ધાબા ઉપર ચડીને પી.એમને નિહાળ્યા હતા. અને પી.એમ નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો સોશિયલ ડીસ્ટન્સ ભૂલ્યા હતા.

વડાપ્રધાનની ઝલક માટે લોકો ધાબા પર ચઢ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્ટ ભુલ્યા હતા.
વડાપ્રધાનની ઝલક માટે લોકો ધાબા પર ચઢ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્ટ ભુલ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...