અકસ્માત:ચાંગોદરમાં વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતા રાહદારીનું મોત

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા- સરખેજ હાઇવેની ઘટના, ઓવર સ્પીડે જતા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવવા લોક માગણી

બાવળા સરખેજ હાઇવે પાસે આવેલા સાણંદના ચાંગોદર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે ચાંગોદર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો એવી છે કે સાણંદના ચાંગોદરમાં આવેલ જયંતી કુ. પ્રા.લી કંપની નજીક નૈનુંસિંહ લૂમ્બસિંહ રાવત(ઉ.40)(રાજસ્થાન)બુધવારે સવારે 7 કલાક આસપાસ બાવળા સરખેજ હાઈવે રોડ ક્રોસ કરી રહ્યો હતો.

ત્યારે અજાણ્યા વાહન ચાલકે માંતેલા સાંઢની માફક પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડ ક્રોસ કરી રહેલા નૈનુંસિંહને ટક્કર મારતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી વાહન લઈ ફરાર થઇ ગયો હતો. બીજી તરફ અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકો એકઠા થઇ જવા પામ્યા હતા.

આ અંગે પુરનસીંધ હિમતસિંહ રાજપૂતએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બાવળા સરખેજ રોડ પર ગામો પણ આવેલા તેમજ GIDC એકમો પણ આવેલ છે અને આ હાઇવે પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ લોકોનો જીવ પણ જાય છે તો કોઈને ઈજાઓ થવા પામે છે ઉલ્લેખનીય છે કે રોડ પર માતેલા સાંઢની માફક દોડતા વાહન ચાલકો ખાસ કરીને ઓવર સ્પીડે જતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવાની તાતી જરૂરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...