પેટા ચૂંટણી:સાણંદ તાલુકા પંચાયતની 2 બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ 79.91 ટકા મતદાન

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ તાલુકા પંચાયત સહિત બાવળા તથા ધંધુકા પાલિકાની ખાલી પડેલી બેઠક પર રવિવારે પેટાચૂંટણી યોજાઇ હતી

રવિવારે અમદાવાદ જિલ્લામાં અલગ અલગ સાત સીટો ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં એક જિલ્લા સીટ,ત્રણ તાલુકા સીટ,તેમજ ત્રણ નગરપાલિકા સીટ પર મતદાન યોજાયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ યોજાયેલી પેટાચૂંટણીમાં કોઇ પણ જગ્યાએ ઇવીએમ ખોટકાયા અથવા કોઇ પણ પ્રકારની ક્ષતિ થઇ હોવાનું જાણવા મળ્યું નથી. સાણંદ તાલુકા પંચાયતની યોજાયેલી 2 બેઠક પરના મતદાનમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. મતદારો વહેલી સવારથી મતદાન કરવા માટે લાઇનો લગાવી દીધી હતી. ત્રણેય પક્ષના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા છે. ત્યારે મંગળવારે પરિણામ પર સૌની નજર રહેશે કે કયા પક્ષનો ઉમેદવાર જીતશે.

સાણંદ વહેલી સવારથી મતદાન માટે મતદારો ઉમટી પડ્યા
સાણંદ તાલુકા પંચાયતની ખાલી પડી રહેલ પીંપણ અને ઝાંપ બેઠક પર યોજાયેલ ચુંટણીમાં 79.91% જેટલું મતદાન થયું હતું. ત્યારે આગામી મંગળવારે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. રવિવારે વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા લોકોએ રીતસરની કતારો લગાવી દીધી હતી. સાણંદ તાલુકા પંચાયતની પીંપણ બેઠક ઉપર 78.64 ટકા અને ઝાંપ બેઠક ઉપર 81.16 ટકા મતદાન નોંધાયું હતું.

બારેજા, નાદેજ, કુહા સહિત જિલ્લામાં 7 સીટો પર પેટા ચૂંટણી પર મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું
રવિવારે અમદાવાદ જિલ્લામાં એક જિલ્લા સીટ,ત્રણ તાલુકા સીટ,તેમજ ત્રણ નગરપાલિકા સીટ પર મતદાન યોજાઈ ગયું. રવિવારે યોજાયેલ પેટા ચૂંટણીના મતદાનમાં દસક્રોઇના બારેજા નગરપાલિકાની એક સીટ, નાદેજ જિલ્લા સીટ તેમજ કુહા તાલુકા સીટોની પેટાચૂંટણી યોજાઈ હતી. બારેજા નગરપાલિકામાં 74.82, નાદેજ જિલ્લાની એક 60.12 તેમજ કુહા તાલુકાની સીટમાં 76 ટકા મતદાન થયું હતું.

બાવળા નગરપાલીકાના એક વોર્ડના એક સભ્ય માટેની પેટાં ચૂંટણીમાં 46 ટકા મતદાન નોંધાયું
બાવળા નગરપાલિકાનાં વોર્ડ નંબર-5 નાં કોગ્રેસનાં મહીલા સભ્યનું મૃત્યું થતાં તે જગ્યા ખાલી પડતાં તે જગ્યા માટેની પેટા ચૂંટણી માટે મતદાન યોજાતાં શાંતિપૂર્ણ 46 ટકા મતદાન થવા પામ્યું હતું.પહેલી વાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો મજબૂત ઉમેદવારને ઉભો રાખ્યો હોવાથી ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે જંગ જામ્યો હતો.5 વાગે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતાં ત્રણેય પક્ષનાં ઉમેદવારોએ જીત માટે દાવો કર્યો છે.

ધંધુકા પાલિકાના વોર્ડ નં-6ની એક બેઠક માટે ત્રણેય પક્ષના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો
​​​​​​​ધંધુકા નગરપાલિકા ના વોર્ડ નંબર 6ની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઇ હતી. પાલિકાના વોર્ડ નંબર 6ની એક બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. ભાજપ તરફથી કમળાબેન કિરણભાઈ પરમાર કોંગ્રેસ તરફથી પુષ્પાબેન વિનોદભાઈ ચાસીયા તેમજ આમ આદમી પાર્ટી તરફથી ચંદ્રિકાબેન ધર્મેન્દ્રકુમાર મકવાણાએ ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે.

  • નાદેજ જિ.પં. સીટ 60.12%
  • કુહા-2 તા. પં. સીટ 76%
  • પિંપણ તા.પં. સીટ 78.64%
  • ઝાંપ તા.પં. સીટ 81.16%
  • બારેજા ન પા વોર્ડ-6 75%
  • બાવળા ન પા વોર્ડ-5 46%
  • ધંધુકા ન પા વોર્ડ-6 41%
અન્ય સમાચારો પણ છે...