મુશ્કેલી:રક્ષાબંધન પર્વે એસટી દ્વારા ટ્રીપ ન મુકાતાં સાણંદમાં મુસાફરો રઝળ્યા

સાણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બસ સ્ટેન્ડમાં મુસાફરો ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
બસ સ્ટેન્ડમાં મુસાફરો ઉમટી પડ્યા હતા.
  • સાણંદમાંથી દાહોદ, ગોધરા જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, અન્ય વાહનમાં જવા મજબૂર બન્યા

રક્ષાબંધન નિમિત્તે સાણંદમાંથી દાહોદ ગોધરા તરફના મુસાફરો દર વર્ષે આગળના દિવસે પોતાના વતન જવા નીકળતા હોય છે ત્યારે આ વખતે સાણંદ એસટી ડેપો દ્વારા પૂરતી ત્રિપુરા નું આયોજન નહીં કરાતા રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ અને રાત્રે એક હજારથી પણ વધુ મુસાફરો એસટી ડેપોમાં રઝળી પડ્યા હતા છ વાગ્યાં ના બસની રાહમાં ઉભેલા મુસાફરો ને 9 વાગે સુધી બસ મળી ન હતી છેવટે દિવ્યભાસ્કર ટીમે એસટી તંત્રને પૂછતા 20 બસો અમદાવાદ મોકલી હોવાનું જણાવ્યું હતું ત્યારે આણંદના મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કેમ નહીં હોવાનું પૂછતા છેવટે અમદાવાદ સુધી પહોંચાડવા માટે બે એસટી બસ મૂકવામાં આવી હતી આમ છતાં અનેક મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...