તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:સાણંદના વડનગરની પરિણીતા 5 દિવસથી પુત્ર સાથે ગુમ થતા ચકચાર

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાણંદના વડનગરની પરિણીતા પોતાના ચાર વર્ષના પુત્ર સાથે પાંચ દિવસથી ગુમ થઇ જતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ સાણંદ પોલીસે પણ પરિણીતાના પતિના જણાવ્યા મુજબ જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાણંદના વડનગર રામજી મંદિર નજીક રહેતા પ્રફુલભાઈ રામદાસ સાધુ ગાડી ફેરવે છે પોતે ડ્રાઈવર છે. તેમના લગ્ન રાજસ્થાનના ડુંગરપુરના કલ્યાણદાસ વૈષ્ણવની પુત્રી મીના સાથે થયા છે અને સંતાનમાં 4 વર્ષનો પુત્ર નામે આર્ય છે.

ગત તા. 22ના રોજ પ્રફુલભાઈ ડ્રાઈવિંગમાં હતા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે તમે ક્યારે આવો છો ત્યાર બાદ કલાકમાં તેઓ ઘરે પહોચ્યા ત્યારે પત્ની કે પુત્ર હાજર ન હતા અને આસપાસના લોકોએ જણાવ્યું કે તેઓ રીક્ષામાં બેસીને ગયા છે. ત્યાર બાદ પત્તો નહિ લાગતા 24 ડીસેમ્બરના રોજ સાણંદ પોલીસમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુત્ર સાથે માતા પણ ગુમ થતાં પરિવાર આધાતમાં સપડાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો