તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:સાણંદ, વિરમગામના ખેડૂતોની ડાંગર ઓછા ભાવે ખરીદાય છે, અમદાવાદ જિલ્લા ભારતીય કિસાન સંઘનો આક્ષેપ

સાણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદના જિલ્લા ભારતીય કિસાન સંઘે જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ સહીત અન્ય એપીએમસી દ્વારા ખરીદવામાં આવતા ખેડૂતોનાં ડાંગરના પાકને ટેકાના ભાવ કરતા ઓછા ભાવે હરાજી બોલાયા છે તેની સામે કિસાન સંઘે બાયો ચડાવી છે. આ પ્રકારનો આક્ષેપ કરી કિસાન સંઘે એમએસપીનો કડક અમલ થાય તેવી માગ કરી છે.

ભારતીય કિશાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય જયંતીભાઈ ડાભી, જીલ્લા પ્રમુખ ધરમશીભાઈ. કે પટેલ, યુવા પ્રમુખ દેવેન્દ્રસિંહ વાઘેલા, સાણંદ તાલુકા પ્રમુખ જગદીશસિંહ વાઘેલા ખોડાએ જણાવ્યું હતું કે ખરીફ સીઝનમાં ડાંગરનો પાક સારો એવા પ્રમાણમાં થયેલ છે પણ જીલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ અને અન્ય એપીએમસી દ્વારા ખરીદવામાં આવતા ખેડૂતના માલને (ડાંગર)ને સરેરાશ રૂપિયા 225થી 275 સુધીની હરાજી બોલવામાં આવે છે. અને લાચાર ખેડૂત મૂંગા મોઢે પોતનો માલ વેચવા માટે મજબુર બને છે. જ્યારે સાકાર તરફથી ટેકાના ભાવ રૂપિયા 371 જાહેર કરવામાં આવ્યો છે.

તેમજ દેશના વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે જે મત વાતો જ છે. પણ અમલ કરાવા અને કરાવવા માટે યોગ્ય પગલા અને માઈક્રો પ્લાનીંગ નથી. જેનાથી ખેડૂતોમાં નારાજગી થવા પામ્યા છે. આમ ખેડૂતોનાં પ્રશ્ને લઈને જીલ્લા કિસાન સંઘે બાયો ચઢાવીને કામગારી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમજ તાજેતરમાં દિલ્હી ખાતે દેશના ખેડૂતોનું કિસાન વિરોધી કાયદાઓ અંગે ચાલતું આંદોલનમાં ભારતીય કિસાન સંઘે કાયદો બનાવતા પહેલા એમ.એસ.પી અન્ય બાબતો અંગે સૂચનો અને પ્રસ્તાવ રજુ કરે જેથી અન્ય રાજ્યોની માફક એમ.એસ.પી નો કડક અમલ થાય તેવું કરવા માગ કરી છે. ખેડૂતોને થઇ રહેલા અન્યાય પ્રત્યે કિસાન સંઘે બાયો ચઢાવી છે અને કિસાન માટે લડી લેવાનો મુડ બનાવ્યો છે. જે આગામી સમયમાં તેઓ તેમની રણનીતિ નક્કી કરશે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો