આક્રોશ:તેલાવ ગામના દલિત સમાજના સ્મશાનમાંથી રસ્તો કઢાતાં રોષ

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી
  • સ્મશાનને નુકસાન થતું હોવાથી ગેરકાયદે બાંધકામ અટકાવવા મામલતદારને આવેદન પાઠવ્યું

સાણંદના તેલાવ ગામે દલિત સમાજના સ્મશાન ગૃહમાં આજ ગામના કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રસ્તો કાઢવા બાંધકામ કરી દેતા તેલાવ ગામના દલિત સમાજના આગેવાનોએ સાણંદ મામલતદારને લેખિતમાં આવેદન પાઠવ્યું હતું સમગ્ર વિગતો એવી છે કે સાણંદ તાલુકાના તેલાવ ગામના બાબુભાઈ લવજીભાઈ મકવાણા અને ગામના લોકોએ શુક્રવારે સાણંદ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે સાણંદ તાલુકાના તેલાવ ગામે જીવણપુરા રોડથી ડાબી સાઈડમાં રસ્તાને અડીને દરગાહની બાજુમાં દલિત સમાજનું સ્મશાન ગૃહ આવેલું છે.

આ સ્મશાન ગૃહની આશરે 1200 વાર ખુલ્લી જગ્યા આવેલી છે. સ્મશાનની જગ્યાની બાજુમાં રહેતા બચુસાહ ઉમરસાહ દિવાન અને તેમના દીકરાઓ જબરજસ્તી ખોટું બાંધકામ કરી ત્યાંથી રસ્તો પસાર કરે છે અને હાલમાં તેનું બાંધકામ ચાલુ છે અને સ્મશાન ગૃહને નુક્શાન પહોચાડે તેમ હોવાથી તે બાંધકામનું તાત્કાલિક સ્થળ સ્થિતિનું પંચનામું કરી દલિત સમાજના સ્મશાન ગૃહમાં ગેરકાયદેસર રસ્તાનું બાંધકામ રોકવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...