તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નઘરોળ તંત્ર:સાણંદ મામલતદાર કચેરી દ્વારા વારસાઈ નોંધમાં ભૂલના કારણે સામાન્ય માણસે દોઢ વર્ષ ધક્કા ખાધા

સાણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભોગ બનનાર - Divya Bhaskar
ભોગ બનનાર
 • જડ સરકારી તંત્ર સામે સાણંદના નિવૃત્ત કર્મચારીની હૈયાવરાળ
 • કચેરીના કર્મચારીઓના ઉડાઉ જવાબથી અરજદાર ત્રાહિમામ્

સાણંદના કોલટ રોડના ગાયત્રી પાર્કના રહીશને સાણંદ મામલતદાર કચેરીનો કડવો અનુભવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાણંદ મામલતદાર કચેરી દ્વારા વારસાઈ નોંધ પાડવામાં ભૂલને કારણે અરજદારે તંત્રમાં છેલ્લા દોઢ વર્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં નઘરોળ તંત્રની બેદરકારીના કારણે અરજદારને દોઢ દોઢ વર્ષથી વારંવાર ધરમધક્કા ખાવા પડ્યા છે.

સમગ્ર વિગતો એવી છે કે સાણંદ શહેરના કોલટ રોડ ઉપર આવેલ ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા કાળુભાઈ પટેલ (નિવૃત કમર્ચારી, સાણંદ પાલિકા) તેમના વિધવા ભાભી કલાવતીબેન ચંદુલાલ (હાલ રહે.વસ્ત્રાલ અમદાવાદ)ની સાણંદ મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધમાં કોમ્પ્યુટરરાઈઝ નકલમાં શરતચૂકથી કલાવતીબેન ચંદુલાલના બદલે કલાવતીબેન મોહનલાલ થઇ ગયેલ જેને લઈને સાણંદ મામલતદાર કચરીમાં ગત ૨૭ નવેમ્બર ૨૦૧૯માં પુરાવા સાથે લેખિતમાં અરજી કરેલ પરંતુ એક વર્ષ સુધી અરજીનો નિકાલ નહિ થતા અરજદારે ઈ ધરા કચેરીમાં જઈ તપાસ કરતા તેઓને કર્મચારીઓએ જણાવેલ કે ટપાલ મળી નથી.

જેને લઈને અરજદારે ફરી કચેરીમાં ઓક્ટોબર ૨૦૨૦માં નવી અરજી આપી ત્યારબાદ સાણંદ મામલતદાર કચેરીએ આવેલ ઈ ધરામાં વારંવાર ૧૫ થી ૨૦ ધક્કા ખાધા તેમજ કચેરીમાંથી અરજદારને સંતોષકારક જવાબ મળતા ન હતા. સમગ્ર મામલો સાણંદ મામલતદાર સમક્ષ જતાં છેવટે ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ મામલતદારે ક્ષતિસુધારણા હુકમ કર્યો પરંતુ કચેરીના અધિકારી અને કર્મચારીઓ મામલતદારના હુકમને પણ ઘોળી પી ગયા હોય તેમ આ હુકમનો અમલ ૩૦ માર્ચ ૨૦૨૧ સુધી થયો જ નહીં.

અને હુકમ થયા પછી કચેરીમાં ૪ રજૂઆત કરવા છતાં તંત્રની બેદરકારીના કારણે આ કામ હજી લટકેલું છે. સાણંદ મામલતદાર કચેરીમાં ઈ-ધરા વિભાગ, સબ રજીસ્ટ્રાર કે અન્ય વિભાગમાં સામાન્ય નાગરીકોની રજૂઆતને ધ્યાને લેવાતી નથી અને કર્મીઓના ઉડાઉ જવાબને લઈને અરજદારો ધક્કા ખાતા હોવાની અગાઉ અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે.

જેને લઈને સામાન્ય નાગરિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. આ કિસ્સામાં તંત્રની ભૂલના કારણે શિક્ષિત અરજદારને દોઢ વર્ષ સુધી કચેરીમાં પોતાના હક્ક માટે ઝઝૂમવું પડી રહ્યું છે ત્યારે આ જાડી ચામડીના અધિકારીઓ સામે અભણ કે સામાન્ય નાગરિકની શું સ્થિતિ થતી હશે તે વિચારવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો