તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:સાણંદના તમામ અધિકારીને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

સાણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 3 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે
  • જાનહાનિ ન થાય તે માટે અગમચેતીનાં પગલાં લેવા આદેશ કરાયા, સાણંદનું તંત્ર એક્શન મોડમાં આવ્યું

રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે અમદાવાદ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને કોઈ જાનહાની ન થાય તે માટે સાણંદ તંત્ર એલર્ટ મોડ થઇ ચુક્યું છે. 3 દિવસ હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. અમદાવાદ જીલ્લામાં મંગળવાર થી ત્રણ દિવસ સુધી એટલે કે 14થી 16 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ફલડ કંટ્રોલ રૂમ અમદાવાદ કચેરી દ્વારા કરવામાં આવી છે. સાણંદ અને તાલુકામાં ખાસ તકેદારી માટે તંત્ર એલર્ટ થયું છે.

સાણંદ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટએ તમામ લાઈટ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, કર્મચારીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, સાણંદ પોલીસ ઇન્સ્પેકટર, તાલુકા હેલ્થ ઓફિસર, ફોરેસ્ટ ઓફિસર, ના.કા.ઈ પાણી પુરવઠા, ટી.પી.ઓ, સાણંદ ના.ક.ઈ સિંચાઈ,સી.ડી.પી.ઓ, સાણંદ માર્ગ અને મકાન વિભાગના ઈજનેર તેમજ સાણંદ તાલુકાના તમામ તલાટીઓને કાર્યક્ષત્રમાં અગમચેતી જરૂરી પગલા લેવા તથા હેડક્વાર્ટર ખાતે ફરજીયાત હાજર રહેવા આદેશ કરાયો છે. ભાર વરસાદની આગાહીને પગલે કોઇ જાનહાનિ સર્જાય નહીં અને લોકોને સલામત સ્થળે ખસેડવા પડે તેમાં કોઇ ઢીલ થાય નહીં તે જોવા આદેશ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...