તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહો છે અને સુપર સ્પ્રેડર માં પણ પોઝિટિવ મળી આવ્યા છે. તેમજ અમદાવાદની ભાગોળે આવેલ સાણંદ તાલુકામાં પણ કોરોના નો પગપેસારો જોવા મળી રહો છે ત્યારે સાણંદ તંત્ર દ્વારા દૂધ, દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. સોમવારે સાણંદના નાયબ કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા નોવેલ કોરોના વાઇરસના સંક્ર્મણને આગળ વધતા અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે સાણંદ શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં ફક્ત દૂધની અને દવાની દુકાનો તા.13 મે થી 17 મે સુધી સવારે 7 થી બપોરે 12 કલાક સુધી ચાલુ રહેશે તે સિવાયની તમામ દુકાનો, શાકભાજી, ફળફળાદી ઓની લારીઓ, કરીયાણાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવા આદેશ કરાયો છે. ઉપરોક્ત સૂચનાનો અને લોકડાઉનના ભંગ કરનાર સામે ડિઝાસ્ટ મેનેજમેન્ટ એક્ટ 2005 તથા ધી એપીડેમીક એક્ટ 1897 અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.