સમસ્યા:સાણંદમાં માત્ર 1 ઇંચ વરસાદમાં કોલટ રોડ પર પાણી ભરાતાં લોકો ત્રાહિમામ

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

સાણંદમાં સામાન્ય વરસાદમાં પણ કોલટ રોડ ઉપર પાણી ભરાઈ જવાની અગાઉ અનેક વખત સમસ્યા ઉભી થઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં રહેતા અનેક પરિવારોને હાલાકી ભોગવી પડી રહી છે. દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ વરસાદી પાણીનો યોગ્ય નિકલ ન થતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સાણંદ શહેરમાં શનિવાર રાત્રે પડેલ 35 એમએમ વરસાદમાં સાણંદ શહેરના વિકાસના પરિપથ પર દોડતાં કોલટ રોડ ઉપર પાણી ફરી વળતા સ્થાનિકો તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. રોડ ઉપર ગંદકી અને વરસાદ પાણીનો ભરાવો થતા રોગચાળો ફાટી નીકળવાની દહેષત લોકોને સતાવી રહી છે. ગત વર્ષે પણ આ કોલટ રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતાં બેટમાં ફેરવાયું હતું તેમ છતાં પાલિકા તંત્ર આ વર્ષે પણ આ રોડ ઉપર પાણીના ભરવાની યોગ્ય નિકાલ નહીં કરતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...