તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સાણંદના મોડાસર ગામે દલિત વાસમાં ગટરલાઈન કાગળ પર

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દલિતવાસથી બસ સ્ટેન્ડ સુધીની ગટર ન બનાવી તેના 2.93 લાખ રૂપિયા ખર્ચાઇ ગયાનો આક્ષેપ, TDOને રજૂઆત કરાઇ

સાણંદના મોડાસર ગામમાં પાયાની સુવિધા એવી ગટર લાઈન વ્યવસ્થા ન હોવાને લઈને ગામના યુવકે સાણંદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી તપાસની માંગ કરી છે.

ટીડીઓને કરેલી રજુઆત મુજબ મોડાસર ગામે વર્ષ 2013-14માં આઝાદનગરથી બસ સ્ટેન્ડ નંબર 2 સુધીની ગટર લાઇનનું કામકાજ માત્ર સરકારી કાગળો ઉપર જ કરવામાં આવ્યું છે. ગ્રામપંચાયતનાં 2010થી 2015ની ટર્મમાં સરકારી ગ્રાન્ટમાંથી વર્ષ 2013-14માં ગટર લાઈન સરકારી કાગળો ઉપર પૂર્ણ થઈ ગઇ છે અને આજ દિન સુધી તે ગટર લાઇન વાસ્તવિક રૂપે હયાત નથી તેવી મોડાસર રહીશોની માહિતીનાં આધારે મોડાસરના જાગૃત યુવા સામાજિક કાર્યકર વિક્રમ પરમાર ઉર્ફે પી.એમને ધ્યાને આવતા તેઓ સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન પ્રવિણભાઇ જી. રાઠોડની સાથે મોડાસર ગ્રામપંચાયત ખાતે રૂબરૂ મુલાકાત લેતા ગ્રામ પંચાયતની કચેરીમાં લગાવેલ તા.1-4-10થી 31-3-15નાં સમયગાળા દરમ્યાન પૂર્ણ થયેલા સામૂહિક વિકાસના કામોની યાદી નામના બોર્ડનાં મુદ્દા નંબર -29 માં દલિતવાસથી બસ સ્ટેન્ડ નંબર -2 સુધી ગટર લાઈન કરવાનું કામનો ખર્ચની રકમ 2.93.994 રૂપિયા દર્શાવ્યો છે. પરંતુ આ ગટર બની જ ન હોવાના આક્ષેપ સાથે સાણંદ તાલુકાના વિક્રમભાઈ ક્રાંતિભાઈ પરમાર મેહુલભાઈ બૌદ્ધ, એડવોકેટ કૃણાલભાઈએ સાણંદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...