તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કેસોમાં ઘટાડો:સાણંદ શહેર તથા તાલુકામાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના એકેય કેસ નહીં

સાણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 59565 લોકોએ કોરોના સામે રક્ષણ આપતી રસી લીધી

રાજ્ય સહીત સાણંદમાં ધીમેધીમે કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહો છે. છેલ્લા બે દિવસમાં સાણંદ અને તાલુકામાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નહીં નોંધાતા શહેરીજનોમાં રાહત શ્વાસ લીધો છે સાથે અત્યાર સુધીમાં સાણંદ અને તાલુકાના 59565 લોકોએ કોરોના સામે રક્ષણ આપતી રસી લીધી છે.

સાણંદ આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર માહિતી આપી હતી કે 3થી 4 જુન દરમ્યાન સાણંદ શહેર અને તાલુકામાં એક પણ કેસ કોરોના પોઝીટીવ નોંધાયો નથી. જેને લઈને સાણંદમાં કોવિડ દર્દીની સારવાર કરતી ખાનગી હોસ્પિટલમાં બેડો ખાલી ખમ થઇ જવા પામ્યા છે. અગાઉ સાણંદની 5 ખાનગી હોસ્પિટલ જે કોવિડ દર્દીની સારવાર કરતી હોસ્પિટલોએ આરોગ્ય વિભાગને લેખિતમાં નોન કોવિડ હોસ્પિટલ જાહેર હતી.

સાણંદ આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરેલી કામગીરી સાથે સાથે કોરોના સામે રક્ષણ આપતી રસીકરણ માટે ઝુંબેશનું આ સ્પષ્ટ પરિણામ જોવા મળી રહ્યું છે. ત્યારે સાણંદમાં કોરોના કેસોમાં હવે ઘટાડો થયો છે પણ કેસો ફરી વધે નહીં તે માટે ખાસ શહેરીજનોએ મોઢા ઉપર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. આમ સાણંદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.

રાજ્યમાં આજથી તમામ જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી રસી અંગેની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરાતા શુક્રવારે સાણંદ સી.એચ.સી અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ તાલુકાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે 18થી 44 વર્ષના 894 લોકોએ કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવા હતી તેમજ 45 વર્ષથી વધુ વયના 418 લોકોએ રસી મૂકાવી હતી. અત્યાર સુધીમાં સાણંદ અને તાલુકાના 59565 લોકોએ રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...