નિર્ણય:કોઈ પણ રાજકીય પક્ષોએ મત લેવા માટે વોર્ડમાં આવવું નહીં

સાણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ નગરના વોર્ડ નંબર 3 માં બેનર લાગ્યાં

સાણંદના વોર્ડ નંબર 3 ના રહીશોની નારાજગી સામે આવી છે. તેમણે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. સાણંદ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 માં આવેલા બ્રહ્મપોળ, બારોટનો ડહેલુ, ધોબીવાસ, જેઠાવેણાનો ડહેલોના નાગરિકોએ ચૂંટણી મતાધિકારનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

આ વિસ્તારના નાગરિક હિતેષભાઇ બારોટ અને અન્ય રહીશોએ જણાવ્યું હતું કે બ્રહ્મપોળ તથા અન્ય મહોલ્લામાં ઊંડાણના મકાનોમાં નળ કનેક્શનના પાણીનો ફોર્સ આવતો નથી. બ્રહ્મપોળ તથા અન્ય મહોલ્લાની ગટર લાઇન ચોકઅપ થવાની સમસ્યા, જેઠાવેણાના ડહેલાથી બ્રહ્મપોળના નાકે, હનુમાનજી મંદિર, સ્વામિનારાયણ મંદિરના ઢાળ સુધી રોડ પર બમ્પ મૂકવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરાયું નથી. અમારા વિસ્તારમાં ઘણા મંદિરો છે. રસ્તે સીસીટીવી મૂક્યા નથી. આમ તંત્ર સામે અમારો રોષ છે.

અન્ય સમાચારો પણ છે...