તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરો સાથે ઓરમાયું વર્તન:નળસરોવર વિસ્તારના મુસાફરો માટે નથી બાકડાં કે નથી પંખા

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરો ગરમીમાં સેકાઇ રહ્યા છે : એસટી તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવી ઊઠેલી માગણી

સાણંદ એસટી બસ સ્ટેશન તાજે તરમાં નવીનીકરણ કરીને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમાં એસટી વિભાગ લોકાર્પણનો જસ લેવામાં સુવિધાઓ આપવાનું ક્યાંક ભૂલી ગયું હોય તેમ સાણંદ બસ સ્ટેશનમાં નળ સરોવર પ્લેટફોર્મ પર મુસાફરો માટે સુવિધાઓ જ ન હોવાથી અનેક મુસાફરોમાં રોષ ફેલાયો છે.

આ બસ સ્ટેશન પર નળ સરોવર રોડના ગામડાના બસ સ્ટેસનના પ્લેટફોર્મ ઉપર સમગ્ર વિસ્તારમાંથી મુસાફરી કરતા મુસાફરો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ અંગે નળકાંઠા વિસ્તારના સામાજિક કાર્યકર રણસીભાઈ મુખી દ્વારા જણાવ્યું કે કરોડોના ખર્ચે અતિ આધુનિક સાણંદ બસ સ્ટેશન બનાવી પ્રજાને સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

પંરતુ નળ સરોવર રોડના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જતા મુસાફરો જ્યારે બસ સ્ટેશને બેસવા જાય ત્યારે પ્લેટફોર્મ પર બેસવા માટે બાકડા અને પવન માટે પંખા મુકવામાં આવ્યા નથી. જેથી અસહ્ય ગરમીમાં મુસાફરોને સેકાવું પડે છે. જ્યારે અન્ય પ્લેટફોર્મ 1 અને 5 ઉપર પણ આ જ પરિસ્થિતિ છે બાકીના પ્લેટફોર્મ પર બાકડા, પંખાની સુવિધાઓ કરવામાં આવી છે. આમ નળ સરોવર રોડના ગામડાઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરેલું છે. જેને એસ.ટી નિગમ દ્વારા ગંભીર નોંધ લઇ તુરંત વ્યવસ્થા કરાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...