આવેદન:જીવણપુરા પાસે નર્મદાની પાઈપલાઈન લીકેજ : લાખો લીટર પાણીનો વેડફાટ

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની વારંવારની રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા આવેદન આપ્યું

સાણંદ તાલુકાના જીવણપુરા ગામની સીમમાં આવેલ સર્વે બ્લોક નંબર 870 વાળી જમીનમાંથી પસાર થતી નર્મદા નહેરની પીવાના પાણીની પાઇપ લાઈન છેલ્લા 20 દિવસથી વારંવાર લીકેજ થતા લખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે બીજી તરફ આ જમીનના ખેડૂતો પાણીના ભરાવાને કારણે ખેતીકામ પણ કરી શકતા નથી. સાણંદ પ્રાંત ઓફિસે આવેલા જીવણપુરા ગામના ખેડૂતો દિનેશભાઇ સોમજી ઠાકોર અને અન્ય ખેડૂતોએ પ્રાંત અધિકારીને આ અંગે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે જીવણપુરા ગામની ઉપરોક્ત જમીનમાંથી પસાર થતી નર્મદા પાઈપલાઈન છેલ્લા 20 દિવસથી લીકેજ છે.

નર્મદા વિભાગમાં ખેડૂતોએ જાણ કરતા થીગડાં મારીને બંધ કરે છે પણ પાછું તુરંત લીકેજ શરુ થઇ જાય છે હાલ કેહ્તારમાં આખું તળાવ ભરાયું છે ત્યારે આ લીકેજનો કાયમી રસ્તો કરી પાણીનો બચાવ કરવામાં આવે અથવાતો ખેતરમાંથી આ પાઈપલાઈન દૂર કરવામાં આવે જેથી ખેડૂતો ખેતી કરી શકે તેવી લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે. એક તરફ રાજ્યમાં અનેક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ આ રીતે લખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...