દિલ્હી જવા યાત્રા:આભડછેટમુક્ત ભારત અભિયાન હેઠળ નાની દેવતીથી દિલ્હી જવા યાત્રા નીકળી

સાણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ શહેર તથા ગિબપૂરા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું

સાણંદ તાલુકાના નાનીદેવતીના દલિત શક્તિ કેન્દ્ર, નવસર્જન ટ્રસ્ટ અને દેશના જુદા જુદા સંગઠનો દ્વારા આભડછેટ મુક્ત ભારત 2047 અભિયાન હેઠળ 1111કિલોનો સમાનતાના સિક્કો ( ભીમ રુદન) દેશની નવી સંસદભવનમાં અર્પણ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કર્યો હતો.

સોમવારે આભડછેટ મુક્ત ભારત અભિયાનના હેઠળ નાની દેવતી દલિત શક્તિ કેન્દ્રથી રેલી નીકળી હતી, જે દિલ્હી જશે. આ યાત્રામાં જુદા જુદા જિલ્લાઓમાંથી તેમજ 10 રાજ્યોના ભાઈઓ, બહેનો મળી ૫૦૦ લોકો રેલી સ્વરૂપે નીકળ્યા હતા. સાણંદ આંબેડકર ચોક ખાતે આ યાત્રા આવી પહોંચી હતી. જેમાં એક ટ્રકમાં 1111 કિલોનો સમાનતાનો સિક્કો, જે ડૉ બાબા સાહેબ આંબેડકર અને ગૌત્તમ બુદ્ધની છબી વાળો 11 ફૂટનો સિક્કો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાણંદમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા આ યાત્રાનુ ફૂલોથી ભવ્ય સ્વાગત કરાયું હતું.

જેમાં અમદાવાદ જિલ્લામાથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સિક્કામાં જુદી જુદી ભાષામાં આભડછેટ મુક્ત ભારતની માંગ કરવામાં આવી છે. સાથે એક ટ્રકમાં 12 ફૂટની વિશાળ ડૉ આંબેડકરની સંવિધાન લખતી પ્રતિમા પણ રાખવામાં આવી હતી. સાણંદના ગિબપૂરા ખાતે આ યાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રા આગામી તા. 07 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હી પહોંચશે અને તા. 08 ઓગસ્ટે દિલ્હીમાં 10 હજાર લોકોનુ સંમેલન યોજીને 1111 કિલોનો સમાનતાનો સિક્કો નવી સંસદભવનમાં મુકવા માટે ભારત સરકારને ભેટ અર્પણ કરાશે. બીજી તરફ આ યાત્રાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...