તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ગામના દર્દીઓ ગામમાં જ સાજા થાય તે માટે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન : મુખ્યમંત્રી

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના ચેખલા ગામે કોવિડ સેન્ટરની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
  • રાજ્યના 16000થી વધુ ગામોમાં ‘ગ્રામ યોદ્ધા કમિટી’ની રચના કરાઇ છે, અંદાજે 50 લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ હાથ ધરાયું છે

રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત સાણંદના ચેખલા ગામે ઉભું કરાયેલ 20 બેડનું કોવિડ કેર સેન્ટર ખાતે રાજ્યના મુખ્યમંત્રીએ મુલાકત લઇ ડોક્ટરો સાથે સમીક્ષા કરી હતી.

સાણંદ તાલુકાના ચેખલા ખાતે 20 બેડનું કોવીડ કેર સેન્ટર ઉભું કરાયું છે. 20 બેડના કોવિડ સેન્ટરમાં 4 કોરોના પોઝીટીવ દર્દી અને 6 શંકાસ્પદ દર્દીઓને સારવાર માટે રાખવામાં આવ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા સેન્ટર ઉપર 20 બેડમાંથી 4 ઓક્સીજન બેડની પણ વ્યવસ્થા ઉભી કરી છે. ચેખલાના આ કોવીડ કેર સેન્ટર ખાતે રવિવારે સવારે 11-30 કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત કરી હતી. કોવીડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતા ડોક્ટરો, સ્ટાફ સાથે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ ચેખલા ગામના ચોરેથી સમગ્ર રાજ્યને હૈયાધારણા આપતા કહ્યું કે આખી સરકાર અને સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. રાજ્યમાં તમામ સુવિધાઓ, સંસાધનો ઉપલબ્ધ છે એટલે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી . કોરોનાને હરાવવા સરકાર કટિબદ્ધ છે જરૂર છે માત્ર લોકોના સક્રિય સહયોગની તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંક્રમણની બીજી લહેર વ્યાપક અને ઘાતક છે.

આ લહેરમાં આખાને આખા પરિવારો સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સાવચેતી એ સૌથી મહત્વનું પાસું છે આ અભિયાન અંતર્ગત રાજ્યના 16000થી વધુ ગામોમાં “ગ્રામ યોદ્ધા કમિટી” ની રચના કરાઇ છે. અંદાજે 50 લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ હાથ ધરાયું છે જે અંતર્ગત 5 હજાર જેટલા દર્દીઓ આઇસોલેશનમાં છે. મુખ્યમંત્રીના ગ્રામયોદ્ધા કમિટીની સાથેના સંવાદ કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...