વીજ સમસ્યા:સાણંદમાં સામાન્ય વરસાદમાં વીજગુલની 60થી વધુ ફરિયાદ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકે, વીજતંંત્રએ ચાલુ વરસાદમાં કામ કરી વીજ સમસ્યા દૂર કરી

સાણંદ શહેરમાં શુક્રવારે સવારથી જ ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહેતા અનેક વિસ્તારમાં વીજ સમસ્યા ઊભી થઈ હતી. જેને લઈને શહેરના 7 ફિડરોના અલગ અલગ વિસ્તારમાં લાઇટની વીજ ક્ષતિગ્રસ્તની અનેક ઘટના બની હતી. જો કે યુજીવીસીએલએ ચાલુ વરસાદે ખડે પગે વીજ ક્ષતિ દૂર કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલમાં સવારે 8 વાગ્યાથી સાંજ સુધીમાં અંદાજે અલગ અલગ 7 વીજ ફિડરો ક્ષતિ ગ્રસ્ત થયા હતા. જ્યારે આ અંગે સાણંદ યુજીવીસીએલની ઓફિસ ખાતે રૂબરૂ અને જાહેર કરેલ ખાનગી મો.નંબર પર કમ્પલેન લખવા મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી હતી.

જેમાં અંદાજે 60 જેટલી વીજ ક્ષતિગ્રસ્તની ફરિયાદ નોંધાઈ હતી. યુજીવીસીએલના ૩૦ કર્મીઓ ચાલુ વરસાદે ખડે પગે વીજ ક્ષતિગ્રસ્ત ફરિયાદનું તાત્કાલિક નિવારણ લાવવા કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સાણંદ શહેરના નળ સરોવર રોડના હાઉસિંગ ફિડર બંધ વરસાદમાં પણ અંદાજે 2 કલાક સુધી બંધ રહેતા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. જો કે સાણંદ વીજતંત્રે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...