કામગીરી:સાણંદમાં રૂ.16.69 કરોડના ખર્ચે 20થી વધુ ગામના રસ્તા બનશે

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી ઇફેક્ટ નગરમાં વિકાસની દિવાળી

સાણંદ અને બાવળા તાલુકાનાં આશરે 20થી વધુ અલગ-અલગ જગ્યાઓના રોડ રૂ. 16..69 કરોડના ખર્ચે ગુજરાત રાજયના પંચાયત વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2022-23 હેઠળ મંજૂર કરાયા છે. તાજેતરમાં સાણંદ વિધાનસભા વિસ્તારમાં અગાઉ વર્ષ 2022-23 હેઠળ વિવિધ યોજનાઓ મળી કુલ રૂ.21.60 કરોડ મંજૂર થયેલા અને હવે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.16.69 કરોડ મંજૂર કરાયા છે. જે અંગે સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલને રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા પત્ર લખીને જાણ કરાઇ હતી.

આમ કુલ મંજૂર કરેલ 38.28 કરોડના ખર્ચે વિકાસના કામો થશે. જેમાં ચેખલાથી ઇયાવા રોડ, નાનોદરા-વાંસણાથી ઝાંપ રોડ, નવાપૂરા દેવડથણ દૂમાલી રોડ, મોરૈયાથી ગોગાના નાળા સુધી રોડ, જાથી દુમાલી રોડ, નાનોદરાથી હઠીપૂરા રોડ, મોડાસરથી નાની દેવતી રોડ, રેથલથી નવાપૂરા રોડ, હીરાપુર ગામે શંકર ભગવાનના મંદિરથી ગામતલ જોગણી માતાજીના મંદિર સુધી નાળા સાથે સીસીરોડ, રસુલપૂરા એપ્રોચ રોડ, પળવાડા ગામે બસ સ્ટેશનથી તળાવ થઈ સ્મશાન સુધીનો રોડ, આદરોદા હસનનગરથી બાપુપૂરા પાટિયા રોડ, કોઠા તલાવડીથી કાલિવેજી રોડ, દહેગામડાથી કેશરડી (લગદાણા-બલદાણા રોડ સુધી)ને જોડતા રોડ, સાંધીડા ગામ ફરતે સીસી રોડ, છબાસર જગૂભા દરબારની ડેલીથી વણકરવાસ તરફ સીસી રોડ, દેવધોલેરા એપ્રોચ રોડ, ચરલ એપ્રોચ રોડ, સરી ગામથી નેશનલ હાઇવે સુધી ડામર રોડ, ગોકુળપૂરા સુવિધાપથ રોડ, કોચરિયા ઝાપાથી ચરમળીયા દાદા તરફ સીસી રોડ, દવેદી ગામથી બળિયાદેવના મંદિર સુધીનો રોડ, લોદરિયાળ ગામે બળીયાદેવ મંદિરથી જૂના ગામ સુધી સીસી રોડ કામો મંજૂર થયા છે. અત્રે ઉલ્લેખની અછે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લોકોને વિકાસના કામોની લાહણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...