તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિમોનસૂન કામગીરી સામે સવાલ:સાણંદમાં મેઘરાજાની તોફાની શરૂઆત : અઢી ઇંચ વરસાદ

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં અઢી ઇંચ વરસાદ  થતાં અનેક જગ્યાએ પાણી ભરાયા. - Divya Bhaskar
સાણંદમાં અઢી ઇંચ વરસાદ થતાં અનેક જગ્યાએ પાણી ભરાયા.
  • શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં તંત્રની પ્રિમોનસૂન કામગીરી સામે સવાલ ઊઠ્યા

સાણંદ સહિત આજુબાજુના વિસ્તારોમાં બુધવારે રાત્રી અને ગુરવારે બપોરે વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડક પ્રસરી હતી. સાણંદ સહિત તાલુકામાં બુધવારે દિવસભર વાદળછાયું વાતાવરણ સાથે ભારે બફારો રહ્યો હતો અને મોડી સાંજે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો અને બુધવાર રાત્રીથી ગુરુવારે સવાર સુધીમાં અઢી ઇંચ જેટલો એટલે કે 64 એમએમ વરસાદ પડ્યો હતો.

જ્યારે સાણંદમાં માત્ર અઢી ઇંચ વરસાદમાં સાણંદ શહેરના નાળાની ભાગોળ, નળ સરોવર, એકલિંગજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્રે કરેલી પ્રી મોનસૂન કામગીરી પોકળ સાબિત થઇ હતી. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...