સમસ્યા:રેલવે વિભાગની આડોડાઇ કારણે મનીપુરના વિસ્તારોમાં પાણી ભરાયા

સાણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે લાઇનના કામ કારણસર પટરીવાળો ભાગ તરફ માટી પુરાણ કરતાં

સાણંદ તાલુકાના મનીપુર ગામે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ડી એફ સી સી દ્વારા રેલવે લાઇનના સુધારણાના કામ કારણસર પટરીવાળો ભાગ તરફ માટી પુરાણ કરતાં મણિપુર ગામે આવેલ સુરધારા સોસાયટીમાં રહેણાક મકાનો અને પ્લોટમાં તેમજ રસ્તા પર છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વરસાદી પાણી ભરાયેલા છે. આ વિસ્તારો ઔડાની હદમાં તેમજ મનીપુર ગ્રામ પંચાયતમાં આવેલ છે. આ બાબતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા સોસાયટીના દક્ષિણ દિશા તરફ આવેલ કાયમી કુદરતી પાણીના વહેણમાં વિક્ષેપ કરતા આ સોસાયટીના અલગ અલગ પ્લોટ તેમજ રહેણા મકાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, અને રેલવે વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ઓપન ડ્રેનેજની કોઈપણ વ્યવસ્થા કરી નથી.

આ અંગે રેલવે વિભાગ દ્વારા કોઈપણ પગલાં લેવાયા નથી. બીજી તરફ આ વિસ્તાર ઓડાની હદમાં તેમજ મનિપુર ગ્રામ પંચાયતમાં આવે છે. ઓડા દ્વારા પણ આ વિસ્તારમાંથી તેની મંજૂરીના બહાને ઓપન ડ્રેનેજ કે વરસાદની પાણીના નિકાલ માટે હાથ ઊંચા કરી દેવાયા છે. ત્યારે આ વિસ્તારમાં રહીશોને તકલીફના પડે તે માટે મણીપુર ગ્રામ પંચાયત દ્વારા મશીન મૂકીને પાણીનો નિકાલ કરવાની ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ કોઈ કાયમી રસ્તો નથી.

વળી મણીપુર ગામે અંડર પાસ નું કામ ફાટક નંબર 17 પર ચાલુ છે ત્યાં પણ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી. છેલ્લા 2 વર્ષથી વધુથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. ભવિષ્યમાં ગ્રામજનો તેમજ શાળાના બાળકોને અવર જવર માટે સમસ્યા થવાની પૂર્ણ સંભાવના છે ત્યારે રેલવે વિભાગ અને ઓડા બંને મળીને આ સમસ્યાના ઉકેલ કરે તેવી લેખિત માંગ મનીપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...