મહારેલી:મહારાણા પ્રતાપની જયંતી નિમિત્તે સાણંદ ક્ષત્રીય સમાજની મહારેલી

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાણા પ્રતાપની જયંતી નિમિત્તે સાણંદ ક્ષત્રિય સમાજે મહારેલી કાઢી હતી. - Divya Bhaskar
મહારાણા પ્રતાપની જયંતી નિમિત્તે સાણંદ ક્ષત્રિય સમાજે મહારેલી કાઢી હતી.
  • મહારાણા પ્રતાપ અને સાણંદના મહાન રાજવી દાઢીબાપુની પ્રતિમા મૂકવા રજૂઆત

સાણંદ ઠાકોર સાહેબ ધ્રુવરાજસિહજી વાઘેલાની આગેવાનીમાં મહારેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું . આ ભવ્ય રેલી સાણંદ ડી માર્ટ ચાર રસ્તાથી મુખ્ય હાઇવે થઇ સાણંદ દરબાર ગઢ પહોંચી હતી આ પ્રસંગે સાણંદ સ્ટેટ ધ્રુવસિંહજી વાઘેલા દ્વારા સાણંદ નગરપાલિકાના પ્રમુખને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી કે એકલિંગજી રોડ પર હિન્દના શુરવીર મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ મુકવામાં આવે.

ડી માર્ટ ચારરસ્તા સાણંદ પાસે નેક નામદાર મહારાણા સ્વર્ગસ્થ જયવંતસિહજી રણમલસિહજી વાઘેલા (દાઢી બાપુ) નુ સ્ટેચ્યુ મુકવામાં આવે. સાથે સાથે વાઘેલા(સોલંકી) રાજવંશ ઇતિહાસ સંશોધન ટ્રસ્ટ ગુજરાત મહાકાલ સેના સાણંદ, રાજપુત કરણી સેના, રાજપુત વિકાસ ટ્રસ્ટ સાણંદ જેવી સંસ્થાઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખને આ જ માંગણી સાથે આવેદન આપવામાં આવ્યું હતું . આ મહારેલીનું તમામ સમાજના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું .

અન્ય સમાચારો પણ છે...