તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાણંદમાં લક્ઝુરિયસ કાર ચાલકો બેફામ અકસ્માતોના ભોગ બની રહેલા નિર્દોષ લોકો

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના ગુનામાં સામાન્ય કલમો હોઈ ગુનેગારો જામીન પર છૂટી જાય છે પણ ભોગ બનનારના આખા પરિવારની કમ્મર તૂટી જાય છે તેનું શું ?

સાણંદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ કાર ચાલકોને કારણે સર્જાતા અકસ્માતોમાં નિર્દોષોને ભોગવવાના વારાઆવી રહ્યા છે ત્યારે સાણંદ પોલીસની ટ્રાફિક પાંખ આવા બેફામ ચાલકો સામે લાલ આંખ કરે તેવી માંગ ઉઠવા પામી છે.ગત સપ્તાહે આવા બેફામ ચાલકોને કારણે સાણંદમાં અકસ્માતની બે દર્દનાક ઘટનાઓ બની જેમાં સાણંદના નિધરાડ નજીક બનેલ ઘટનામાં દેવવિહાર ફ્લેટમાં રહેતા દીપકભાઈ માળીપોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ સેટેલાઈટમાં રહેતી મહિલા નામે મધુર નિલેશભાઈ પટેલે પોતાની કાર પૂરઝડપે હંકારી રોન્ગસાઈડમાં જઈને દીપકભાઈને સામેથી જોરદાર ટક્કર મારતા દીપકભાઈને બંને પગે તેમજ જમણા હાથે ગંભીર ઈજાઓ થઇ હતી અને સાણંદના નવજીવન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માતને પગલે સામાન્ય પરિવાર માથે આભ તૂટી પડ્યું છે એકતો અકસ્માતને પગલે ચાર લાખનો હોસ્પિટલનો ખર્ચ અને બીજી તરફ ઘરના એકમાત્ર મોભીને છ માસનો ખાટલો બીજી તરફ અકસ્માત કરનાર મહિલા મધુર નિલેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાતા તેની સાણંદ પોલીસમાં હાજર થઇ જામીન પણ મેળવી લીધા છે પરંતુ આ તરફ જેનો કોઈ વાંક ન હતો પોતાના રસ્તે જઈ રહ્યો હતો તેના અને તેના પરિવાર પાર આવી પડેલ દુઃખનું શું ? અકસ્માતના ગુનાઓમાં જામીન પાત્ર કલમો હોવાથી ગુનો કરનારને અનેક છટકબારી હોય છે પણ જેના પર વીતે તેની હાલત દયનિય બની જાય છે .

આવીજ એક ઘટના ગત સપ્તાહેજ સાણંદના એકલિંગજી રોડ ઉપર ઘટી હતી જેમાં બેફામ બનેલા કારચાલકે એક મહિલા અને એક પુરુષને પૂરઝડપે ટક્કર મારતા બંનેને ગંભીર ઈજાઓ થવા પામી હતી જો કે પોલિસ ચોપડે આ બનાવ નોંધાયો નથી. આવા અકસ્માતોને પગલે આવા બેફામ ચાલકો પ્રત્યે શહેરમાં ભારે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...