દારૂ જપ્ત:સાણંદ જીઆઇડીસીમાં દારૂનું ગોડાઉન ઝડપાયું, 4.14 લાખનો જથ્થો કબજે લેવાયો

સાણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં ફરી એકવાર મોટાપાયે વિદેશી દારૂનો વેપલો થતો હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી. જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાંથી 4.14 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદ ગરમી ડીવાયએસપી કે ટી કામરિયાને બાતમી મળી હતી કે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂનો સ્ટોક કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટાફના ગોવિંદસિંહ, હંસાબા, સંદીપસિંહે બાતમી મુજબ જીઆઇડીસીમાં આવેલ વુમન પાર્કના પ્લોટન 151માં મૂળ રાજકોટના રહેવાસી આકાશ કાનાણીનું ગોડાઉન આવેલું છે. જેમાં છાપો મારતા ગોડાઉન અંદર 828 નંગ વિદેશી દારૂની બોટલો કિમત 414000ની મળી આવતા પોલીસે મુદ્દામલ કબ્જે લઈ ગોડાઉન માલિક આકાશ કાનાણી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...