તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ફતેવાડી કમાન્ડ વિસ્તારમાં પાણી છોડો, ડાંગરનો પાક નિષ્ફળતાની આરે : તાત

સાણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ ખેડૂત સંઘર્ષ સમિતિએ સિંચાઈ વિભાગ પાસે માંગ કરી

સાણંદ તાલુકામાં ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાયો છે વળી સાણંદ તાલુકાની ફતેવાડી કેનાલ પણ ખાલી ખમ છે. ત્યારે ખેડૂતોએ મહા મહેનતથી વાવેતર કરેલ ડાંગરના પાકને નિષ્ફળ જવાની આરે છે ત્યારે પાકને બચાવવ સાણંદ ખેડૂત સંઘર્ષ સમિતિએ અમદાવાદ અને સાણંદ સિંચાઈ વિભાગમાં ફતેવાડી કમાન્ડ કેનાલ વિસ્તારમાં તાત્કાલિક પાણી છોડવા માંગ કરી છે.

સાણંદ ખેડૂત સંઘર્ષ સમિતિએ ગુરુવારે સાણંદ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને અમદાવાદ સિંચાઈ વિભાગને લેખીતમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી કે વરસાદ ખેચાયો છે વળી ફતેવાડી કમાન્ડ વિસ્તારમાં પાણી નહીં આપતા ખેડૂતોએ વાવેલો ડાંગરના પાક નિષ્ફળ નિષ્ફળ જવાની દહેશત ખેડૂતોને સતાવી રહી છે. હાલમાં નર્મદાની તમામ કેનાલોમાં સિંચાઈનું પાણી ચાલુ છે. માત્ર ફતેવાડી કમાન્ડ કમાન્ડ વિસ્તારમાં જ સિંચાઈનું પાણી બિલકુલ બંધ છે.

જો આવા કપરા સમયમાં ખેડૂતોને ઉગારવા માટે ફતેવાડી કેનાલમાં સિંચાઈનું પુરુતા પ્રમાણમાં એટલે કે ૧૩૦૦ કયુસેક પાણી તત્કાલ અસરથી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે. પાણી જો આપવું જ હોય તો ૧૩૦૦ કયુસેક પાણી આપો અને કેનાલોમાં ક્યાંય આડાશ વગર ખુલ્લી કેનાલમાં પાણી આપવામાં આવે જેથી છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી પહોચે તેવી માંગ કરી હતી.

જો કે હાલ સાણંદ તાલુકાની ફતેવાડી કેનાલ પાણી વગર ખાલી ખમ છે. વળી એક તરફ વરસાદ પણ ખેંચાયો છે. તેવામાં ખેડૂતોએ તૈયાર કરેલ પાકને જો સમયસર પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તો આગામી દિવસોમાં પાકમાં નુક્શાન થવાની શક્તાઓ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...