તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો જંગ જીત્યા, પણ જિંદગીનો હાર્યા:સાંણદ તા.પંચાયતની પીપળ સીટ પર મૃત્યુ પામેલા અપક્ષ ઉમેદવારનો વિજય, પરિણામના એક દિવસ પહેલા થયું હતું મોત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
લીલા બહેને સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી - Divya Bhaskar
લીલા બહેને સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી
 • લીલા બહેને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી
 • પરિણામ આવે તેના એક દિવસ પહેલા તેમનું મૃત્યું નિપજ્યું

અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75 ટકા અને તાલુકામાં 70.71 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આજે મતગણતરી કરાઈ હતી. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સાણંદમાં 24 બેઠકોમાંથી 14 ભાજપના ફાળામાં ગઈ હતી, ત્યારે 9 પર કોંગ્રેસે કબ્જે કરી હતી. આ તમામ પરિણામમાં 1 માત્ર બેઠક એવી હતી જેમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો હતો. તે અન્ય કોઈએ નહીં પરંતુ લીલા બહેન ઠાકરે જીતી હતી. લોકોએ તેમના પર ભરોસો દાખવીને મત તો આપ્યો પરંતુ જીવનની ચૂંટણીમાં તેઓ પરાસ્ત થઈ ગયા હતા. સોમવારે ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા જ તેમનું અવસાન થયું હતું.

જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજયકૂચ તરફ અગ્રેસર છે. ત્યારે પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. આજે વહેલી સવારથી મતગણતરીનો માહોલ છવાઈ ગયો હતો. તેવામાં અત્યારે ઉમેદવારોના હાર જીતનો સીલસીલો ચાલી રહ્યો છે. જેમાં સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર લીલાબેન ઠાકોરનો વિજય થયો હતો.

પરિણામના એક દિવસ પહેલા મૃત્યું પામ્યા
લીલા બહેન સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર અપક્ષમાંથી લડી રહ્યા હતા. મંગળવારના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજની પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા, ત્યારે લીલા બહેનને સ્થાનિકોએ મત આપીને વિજેતા બનાવ્યા હતા. પરંતુ આ પરિણામમાં તેઓ સહભાગી બની શક્યા ન હતા. લીલા બહેનનું સોમવારે ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા અવસાન થયું હતું. તેવામાં આજે જ્યારે તેઓ અપક્ષમાંથી પીપળી સીટ પર વિજયી થયા છે. લીલાબેહેનને મતદારોએ જીતાડ્યા પરંતુ ભગવાને હરાવ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

અમદાવાદ જિલ્લાના પરિણામોની અપડેટ્સ

 • અમદાવાદ જિલ્લામાં 19 બેઠક પર ભાજપની અને 3 બેઠક પર કોંગ્રેસની જીત, 22 બેઠકનું પરિણામ જાહેર
 • અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 54 બેઠક પર ભાજપની જીત, તાલુકા પંચાયતમાં 61 સીટથી આગળ
 • અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 24 બેઠકોમાં 20 પર ભાજપ અને 4 બેઠક પર અન્યનો વિજય.
 • અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 24 બેઠક પર ભાજપની જીત, 4 અન્યના ફાળે
 • અમદાવાદની તાલુકા પંચાયતમાં 55 બેઠકનું પરિણામ જાહેર, ભાજપે 35 સીટ પર કબજો જમાવ્યો, 17- કોંગ્રેસ, અપક્ષ-3
 • અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત: હાર્દિકના વતન વિરમગામમાં કોંગ્રેસની હાર- ભાજપની 7 સીટ પર જીત
 • ધોળકા નગર પાલિકામાં વોર્ડ નંબર 1-2-3માં ભાજપની જીત
 • વિરમગામ તાલુકા પંચાયતમાં 20 સીટમાંથી 7 ભાજપની
 • અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
 • વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નં-3માં ભાજપનો 3 સીટો પર વિજય, એક સીટ પર અપક્ષની જીત
 • વિરમગામ નગરપાલિકા 9 વોર્ડ અને 36 સીટો ભાજપ : 12 કોંગ્રેસ :0 અપક્ષ : 2
 • વિરમગામ તાલુકા પંચાયતની ગોરૈયા બેઠક પર ભાજપનો વિજય ભાજપના બબીબેન પરમારનો વિજય વિરમગામ તાલુકા પંચાયત કુલ 20 સીટો ભાજપ : 5 કોંગ્રેસ :0 અપક્ષ : 0
 • અમદાવાદ 13 તાલુકા પંચાયતનું પરિણામ જાહેર : 11 ભાજપના ફાળે, 2 કોંગ્રેસના ફાળે સાણંદમાં 4 બેઠક ભાજપ બાવાળામાં 1 ભાજપ 1 કોંગ્રેસ દસક્રોઈમાં 6 ભાજપ 1 કોંગ્રેસ
 • અમદાવાદ જિલ્લા પંચાયતની ઘોડા સીટ પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ
 • વિરમગામ માં મતગણતરીનો મુદ્દો, વિરમગામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચાર બેઠક ની મતગણતરીમાં વિલંબ, તંત્રની બેદરકારીના કારણે મતગણતરી શરુ ના થઇ શકી
 • ​​​​અમદાવાદ જિલ્લો - સાણંદ તાલુકા પંચાયત નું પ્રથમ પરિણામ જાહેર, સાણંદ તાલુકા પંચાયતની ચાંગોદર સીટ ઉપર ભાજપની જીત, ભાજપના ઉમેદવાર હંસાબેન ગોપાલભાઈ વાઘેલાની જીત.
 • વિરમગામ તાલુકા પંચાયતની ઘોડા બેઠક પર ભાજપની જીત, ઘોડા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર દુર્ગાબેન કોળી પટેલની જીત
 • વિરમગામ નગરપાલિકા: ભાજપ-4, કોંગ્રેસ-0, કુલ 36 બેઠક: ભાજપે કોંગ્રેસ નો ગઢ તોડ્યો. વોર્ડ-1 ની 4 બેઠક ભાજપ જીત.
 • વિરમગામ તાલુકા પંચાયતની થોરીથાંભા બેઠક પર ભાજપની જીત. થોરીથાંભા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર ચંદ્રાબેન કોળી પટેલનો વિજય
 • ધંધુકા તાલુકા પંચાયતની આકરું બેઠકક પર કોંગ્રેસની જીત ​​​​​​,​કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન પટેલનો વિજય
 • ગાંધીનગર જિલ્લા પંચાયત બેઠકમાં અમરાજીના મુવાડા-૨ બેઠક પર ભાજપના પારસબેન કિરીટસિંહ બિહોલા 10353 મતે વિજય
 • અમદાવાદમાં તાલુકા પંચાયતમાં ધોલેરા 2 અને માંડલમાં 1 દસક્રોઈમાં 5 બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
 • દસ્ક્રોઈ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર ભાજપના રમીલાબેનનો વિજય
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો