ભારત સરકારનાં પંચાયત રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી હાલ ચાલુ છે, ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગાંધીનગર તાલુકાના 18 ગામ અને અમદાવાદ જીલ્લાના દશક્રોઇ તાલુકાના 17 ગામ મળી કુલ 35 ગામો લેવામાં આવેલ છે. જયારે સાણંદ તાલુકાના 55 ગામોમાં ડ્રોન દ્વારા માપણી કરવામાં આવશે અને શહેરની જેમ હવે ગામડાઓના લોકોને પણ આગામી સમયમાં પ્રોપટીકાર્ડ મળશે.
ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરવા સાણંદ તાલુકામાં 55 ગામોમાં હાલ સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. શનિવાર સુધીમાં સાણંદના લેખંબા, ફાંગડી, હીરાપુર, ગોરજ, ખીંચા અને ચરલ ગામાં સર્વે કરવામાં આવ્યો છે. ડ્રોન દ્વારા માપણી સર્વેની કામગીરીને લઈને તાલુકા પંચાયત ખાતે સરપંચો અને તલાટીઓની મિટિંગ યોજી જરૂરી માહિતી અને ચર્ચા કરાઇ હતી.
આ સર્વેમાં સરવે ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલ ડ્રાફટ નકશા સંબંધિત જિલ્લા જમીન દફતર ખાતાના અધીકારીને સોંપશે, ડ્રાફ્ટ નકશાનું તલાટી ,સરપંચની મદદથી ડોર-ટુ-ડોર સરવે કરી તેમાં જરૂરી સુધારાની કામગીરી કરાશે. ત્યારબાદ ડ્રાફટ નકશા જે સુધારા કરવાપાત્ર હોય જરૂરી સુધારા કરવા માટે જમીન દફ્તની કચેરી દ્વારા સરવે ઓફ ઇંડિયાને મોકલવામાં આવશે.
સુધારેલ ડ્રાફટ નકશા સરવે ઓફ ઇન્ડિયા, ડ્રાફટ નકશામાં જરૂરી સુધારા કરી જમીન દફતર કચેરીને મોકલશે અને સરવે કર્યા બાદ મહેસુલ વિભાગના સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફ્તર નિયામક કચેરી દ્વારા હક્ક ચોક્સીની કામગીરી કરવામાં આવશે.
શહેરની જેમ હવે ગામડાઓના લોકોને પણ પ્રોપટીકાર્ડ મળે તે માટે સરકારની સ્વામિત્વ યોજના
સાણંદ તાલુકા વિકાસ અધિકારી એસ.પી.રાજપૂતના જણાવ્યાં અનુસાર ભારત સરકારના પંચાયત વિભાગ (MoPR)દ્વારા સ્વામિત્વ(SVAMITVA) યોજના અંતર્ગત મુખ્ય 3 એજન્સીમાં રાજય / ભારત સરકાર માટે સરવે ઓફ ઇન્ડિયા (ટેક્નોલોજીકલ પાર્ટનર), પંચાયત વિભાગ (ગ્રામ સભા યોજવી, યોજનાનું પ્રચાર પ્રસાર કરવું જેવી IEC Activity), મહેસુલ વિભાગ (નોડલ વિભાગ તરીકે, હક્કચોક્સીની કામગીરી કરવી) મળી કાર્ય કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.