તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:સાણંદમાં લાખોનો ડાંગરનો જથ્થો પલળ્યો તે ગોડાઉનમાં સીસીટીવી, સિક્યુરિટી જ નથી

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શું તંત્રના જવાબદાર અધિકારી આ ગોડાઉનની મુલાકાત લેતા નથી ?

સાણંદના ઇયાવા ગામ પાસે સાણંદ પુરવઠા વિભાગે ભાડાના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ ડાંગરનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે ગોડાઉનના પતરાં ઉડી જતા સરકારી અનાજનો મોટો જથ્થો પાણીમાં પલડી જતા લાખો રૂપિયાના સરકારી અનાજના જથ્થાનું ભારે નુકશાન થયું છે. ત્યારે આ ગોડાઉનમાં સરકારી અનાજની સુરક્ષા રામ ભરોસે છે.

સાણંદ પુરવઠા વિભાગે સાણંદ તાલુકાના ઇયાવા ગામ પાસે આવેલ શ્રી ભરખા સિન્થેટીક લિમીટેડ નામના ગોડાઉન ભાડેથી રાખ્યું હતું. જેમાં પુરવઠા વિભાગે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી તે જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે સાણંદ પુરવઠા વિભાગના ગોડાઉન ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર રીંકલબેન દરજી અને અન્ય અધિકારીઓએ શું ત્યારે ગોડાઉનની સુરક્ષાની ચકાસણી કર્યા વગર જ મહીને 1.62 લાખના ખર્ચે ભાડે રાખ્યું હશે ? આ અંગે તપાસ કરતા બહાર આવ્યું છે કે સાણંદ પુરવઠા વિભાગના સાણંદમાં 3, વાસોદરા ગામે 1 અને ઇયાવા ગામે 1 એક એમ કુલ 5 સરકારી ગોડાઉન છે.

ગોડાઉનમાં લાખો રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો રાખવામાં આવી રહ્યો છે. પરંતુ ના તો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા, સિક્યુરિટી છે. જ્યારે ઇયાવા પાસેના સરકારે ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગરનો 96 હજાર જેટલી બોરીઓ હતી. જેમાં વાવાઝોડામાં પતરાં ઉડી જતા ગોડાઉનમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું.

જેના કારણે ગોડાઉનમાં અંદાજે 2000 કરતા વધુ સરકારી ડાંગરની બોરીઓ પલડી જવા પામી હતી. સમગ્ર મામલે લૂલો બચાવ કરતા સાણંદ પુરવઠા વિભાગના ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર રીંકલબેન દરજીએ ફોનથી જણાવ્યું કે તાઉતે વાવાઝોડાના બીજા જ દિવસે મારી ડીએસએમ ઓફિસ અમદાવાદ જાણ કરી દીધી હતી.

શંકા ઉભા કરતા પ્રશ્ન

  • લાખો રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવે છે ત્યારે શું ત્યાં ચકાસણી વિના જ રાખ્યું હશે હશે ?
  • ઘટના દોઢ માસ પહેલા બની હવે તંત્રએ કેમ માલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી ?
  • જે તે વખતે પતરાં નાખવામાં આવ્યા તો આટલો બધો ડાંગરનો જથ્થો કેમ બગડ્યો ?
  • હવે એકાએક કેમ તાત્કાલિક અન્ય ગોડાઉનમાં માલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી?
અન્ય સમાચારો પણ છે...