ચૂંટણી:સાણંદમાં કોળી V/s કોળી ભાજપના કોળી ઉમેદવાર સામે કોંગ્રેસે પણ કોળી કાર્ડ ઉતાર્યું

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે ગામમાં ક્યારેય પંચાયત ચૂંટણી થઇ નથી તેવા ગોકળપુરાના જ 2 ઉમેદવાર વચ્ચે જંગ જામશે
  • ​​​​​​​રમેશ પટેલ કોંગ્રેસમાં તાલુકા સભ્યથી લઇ કોંગ્રેસ પ્રમુખ સુધીની જવાબદારી નિભાવી ચૂક્યા છે

સાણંદ-બાવળા વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા એક માસ પહેલા ઉમેદવાર જાહેર કરી દેવાઈ હતી જયારે ભાજપમાં પણ 11 તારીખે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસમાં અંતિમ ઘડી સુધી ઉમેદવાર જાહેર નહિ કરાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા હતા અને જ્ઞાતિ ગણિતને કારણે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હોવાની ચર્ચાઓ ચાલી હતી ત્યારેજ બુધવારે સાંજે 7 કલાકે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર તરીકે કોળી પટેલ સમાજના ખેડૂત આગેવાન રમેશભાઈ બાલાભાઈ કોળી પટેલને જાહેર કરતા ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે તેવી વકી છે .

ભાજપને ટક્કર આપી શકે તેવા કોંગ્રેસ દ્વારા અંતિમ ઘડીએ પોતાના ઉમેદવાર તરીકે કોળી પટેલ સમાજના ખેડૂત આગેવાન રમેશભાઈ બાલાભાઈ કોળી પટેલને જાહેર કરતા ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જામશે તેવી વકી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે રમેશભાઈ બાલાભાઈ કોળી પટેલ એ ધારાસભ્ય કનુભાઈ પટેલના ગામ ગોકળપુરાના વતની છે વળી સાણંદ જમીન વિકાસ બેન્કના વાઇસ ચેરમેન હોવાની સાથે ખેડૂત આંદોલનોમાં અવાર નવાર ચમકતો ચહેરો છે અને કોંગ્રેસમાં તાલુકા સદસ્યથી લઇ કોંગ્રેસ પ્રમુખ સુધીની જવાબદારી નિભાવી ચુક્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના એકજ ગામ અને એકજ સમાજના બે ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થશે તેવું ચર્ચાઈ રહ્યું છે .

અન્ય સમાચારો પણ છે...