સાણંદ વિરમગામ હાઇવે પર વિરોચનનગર ગામના પાટિયા નજીક એસટી બસ ખાડામાં ખાબકતા 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થૈ હતી જેમાંથી ચાર મુસાફરોને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.
.બનાવની વિગત એવી છે કે સોમવારે બપોરે ૨ વાગ્યાના સુમારે મુદ્રા થી રાણીપ અમદાવાદ તરફ જઈ રહેલી એસ ટી બસના ચાલકે એકાએક સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ રોડ સાઈડના ખાડામાં ઉતરાઈ ગઈ હતી પરિણામે અંદર બેઠેલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી.
બનાવને પગલે ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં કુલ બે એમ્બ્યુલન્સ દ્વારા ચાર મુસાફરોને સારવાર અર્થે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જયારે અન્ય મુસાફરોને સાંમાન્ય ઈજાઓ થતા ખાનગી વાહનો દ્વારા પોતાની રીતે નીકળી ગયા હતા .બનાવને પગલે સાણંદ જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.