કાર્યવાહી:સાણંદમાં UGVCLના કર્મી પર હુમલો કરનારો ઈસમ જેલહવાલે

સાણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના નિધરાડ ગામે જય મહાકાલ ગૌશાળાની ઘટના

તાજેતરમાં સાણંદના નિધરાડ ગામના ઈસમે ગૌશાળામાં યુજીવીસીએલના કર્મીન ગાળો બોલી લાકડી ફટકારી હુમલો કરી સાણંદની ઓફિસે આવી દરવાજાને લાત મારનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ થતા સાણંદ પોલીસ સમક્ષ હાજર થતા સેન્ટ્રલ જેલ ધકેલાયો હતો. ઘટના બની ત્યારે આ ઈસમ દારૂ પીધેલ હાલતમાં હોવાનું સામે હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલભાઈ રમેશભાઇ રામી સાણંદ યુજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસીસ્ટંટ તરીકે ફરજ બજાવે છે.

ગત તા. ૧ જૂનના નાયબ ઇજનેર સાણંદના મોબાઈલ ઉપર પરેશ દલસુખભાઇ પટેલે (ઉ.૪૨ રહે સેટેલાઈટ મૂળ રહે. નિધરાડ ગામ) ફોન કરી જણાવ્યું હતું કે નિધરાડની જય મહાકાલ ગીર ગૌશાળામાં મને વીજ કરંટ લાગેલ છે તેથી અમારી મદદ માટે તાત્કાલીક માણસ મોકલી આપો. જેથી નાયબ ઇજનેરીએ કમ્પ્લેન સેન્ટરમાં જાણ કરી અને કર્મી રાહુલભાઈને સ્થળ પર જવા રવાના કર્યો હતો. વીજકર્મી સ્થળ પર પહોંચેલ ત્યારે આ પરેશભાઇ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગેલ અને કર્મીએ ગાળો બોલવાની ના પાડતા પરેશભાઇએ લાકડી ફટકારી હતી.

અને પરેશભાઇએ કર્મીને જણાવેલ કે કોઇ કરંટ લાગેલ નથી પરંતુ આપના દ્વારા ફરીયાદનું નિવારણ થતું ન હોય જેથી આવુ કરેલ અને સ્થળ પર ઝાડ કાપવા દબાણ કરતાં અને પરેશભાઇ પટેલ પેટા વિભાગીય કચેરી ખાતે જઇને નાયબ ઇજનેર મયુરભાઈ તેમજ કર્મચારીઓને પણ બિભત્સ ગાળો બોલી ઓફીસના દરવાજાને લાત મારી ગાળો બોલતા સમગ્ર ઘટનાની સાણંદ પોલીસમાં ફરિયાદ થઇ હતી અને પરેશભાઇ દલસુખભાઇ પટેલના વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્યારે યુજીવીસીલ કર્મી પર લાકડીથી હુમલો કરનાર પરેશ દલસુખ પટેલ સાણંદ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...