આસપાસ જમીનનો ભાવ આસમાને છે ત્યારે અમદાવાદનો બિલ્ડર લદાખ ગયો તે દરમ્યાન સાણંદના મોડાસર ગામના ઇસમે વેપારીની ગેર હાજરીમાં વેપારીની ખોટી સહી કરી જમીનની અનરજીસ્ટર બાનાચીઠ્ઠી બનાવી અને વાઉચર બનાવી ખોટા દસ્તાવેજ તૈયાર કરી તેને સાચા તરીકે સાણંદ કોર્ટમાં બિલ્ડર વિરુદ્ધ દાવો દાખલ કર્યો હતો જેને લઈને બિલ્ડરે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર વિગત એવી છે કે સાણંદ પોલીસમાં અલ્પેશભાઇ ત્રીલોકભાઇ પરીખે નોંધાવેલ ફરિયાદ અનુસાર અલ્પેશભાઇ પરીખ વ્યવસાયે બિલ્ડર છે. અલ્પેશભાઇની જમીન કોલટ અને સનાથલ ગામની સીમમાં, વાસણા ઇયાવા ગામ, વીરમગામ તાલુકાની સચાણા ગામની અલગ અલગ સર્વે નંબરની જમીનો તેઓના નામે છે.
ગઈ તા.૦૨/૦૭/૨૦૨૨ ના રોજ અલ્પેશભાઇ પરીખ અમદાવાદ થી અમ્રીતસર પંજાબ અને ત્યાથી તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ ચંદીગઢ થી અમદાવાદ આવેલ અને તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ મુબઇ થી અમેરીકા જવાની ટીકીટ લઇ અલ્પેશભાઇ અમેરીકા ગયેલ અને અમેરીકા થી તા.૨૪/૧૧/૨૦૨૨ના રોજ નીકળી તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ ભારત આવેલ હતા. તે વખતે અલ્પેશભાઇને તેઓના મિત્રએ જણાવેલ કે, તમારા વિરુધ્ધમા સાણંદ કોર્ટ મા દાવો દાખલ થયેલ છે.
તપાસ કરતા સાણંદ કોર્ટમાં ઘનશ્યામસિંહ ભુરૂભા સોલંકી રહે, મોડાસ૨એ દાવો દાખલ કરાવેલ છે જે દાવાનામાં અલ્પેશભાઇની જમીનની તા.૧૪/ ૦૭/૨૦૨૨ તેઓની ખોટી સહી વાળી તેઓના નામની અનરજીસ્ટર બાનાચીઠ્ઠી બનાવી રજુ કરેલ છે તેમજ તા.૧૪/૦૭/૨૦૨૨ ના રોજ રૂ.૧૦ લાખનુ વાઉચર રજુ કરેલ છે અને આ બાનાચીઠ્ઠીમા લખી આપનાર તરીકે અલ્પેશભાઇ નામ લખેલ હતું. તેમા સહીઓ તથા અંગુઠાના નિશાન નામથી ખોટા કરેલ હતા. અને વાઉચરમા પણ સહીઓ ખોટી કરી હતી.
અલ્પેશભાઇ લેહલદાખ કાશ્મીર ખાતે હતા તે વખતે ઘનશ્યામસિંહ ભુરૂભાઇ સોલંકીએ અલ્પેશભાઇની ગેર હાજરીમાં તેઓની ખોટી સહી કરી તેમના નામની જમીનની અનરજીસ્ટર બાનાચીઠ્ઠી બનાવી તેમજ તા.૧૪/૦૭/૨૦૨૨ ના રોજ વાઉચર બનાવી ખોટા દસ્તાવેજ તૈયાર કરી તેને સાચા તરીકે સાણંદ કોર્ટમાં અલ્પેશભાઇ વિરૂધ્ધમાં ખોટી રીતે દાવો દાખલ કરેલ જેને લઈને સાણંદ પોલીસમાં ઘનશ્યામસિંહ ભુરૂભા સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.