સાણંદમાં તંત્ર એલર્ટ:નગરમાં ઠેરઠેર ગાડીઓનું સઘન ચેકિંગ, સ્ટેટિક સર્વેલન્સ ટિમ, ફ્લાઇંગ સ્કોર્ડે ઝુંબેશ શરૂ કરી

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં કડક આચારસંહિતાનો અમલ શરુ થઇ ગયો છે. આવા સમયે દારૂ અને રૂપિયાની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોવાની શક્યતાઓ હોય છે. આવી સ્થિતિમાં સાણંદ પોલીસે ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાણંદ નગરમાંથી પસાર થતા તમામ વાહનને ચેક કરવા માટેની સ્ટેટિક સર્વેલેન્સ ટિમ, ફ્લાઇંગ સ્કોર્ડે ઝુંબેશ શરુ કરી છે ત્યારે સાણંદના મુનિ આશ્રમ ચાર રસ્તા, સનાથલ સર્કલ સહીત અલગ-અલગ સ્થળોએ દિવસ અને રાત્રિના સમયે વાહનનું સઘન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે.

આ સિવાય સાણંદના તમામ પ્રવેશદ્વાર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી આયોગના આચારસંહિતાના નિયમના આદેશના પગલે ચૂંટણી અધિકારી સહીત પોલીસ સ્ટાફ વીડિયોગ્રાફી કરીને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે ભાંગફોડીયા તત્વો ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. તેમજ નાણાકીય વ્યવહારો ઉપર પણ ચાંપતી નજર તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...