સાયબર ક્રાઈમ:સાણંદની પરિણીતાને બદનામ કરવા ઈરાદે ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવી સંબંધીને જ અભદ્ર મેસેજ મોકલ્યા

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં આઈડિ બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

થોકડા સમયથી સોશીયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી, અભદ્ર મેસેજો કરી બદનામ કરવાની ઘટનામાં બની રહી છે ત્યારે સાણંદ શહેરમાં રહેતી પરણીત યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ આ.ડી બનાવી અભદ્ર મેસેજો કરી યુવતીને માનસિક રીતે પરેશના અને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરતા યુવતીએ સાબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સાણંદના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એલ.આઈ.જી ખાતે ભાડાથી તેના પતિ સાથે રહેતી ૨૩ વર્ષીય પરણીત યુવતી ગત ૨૨ જુલાઈને ઘરે હતી તે વખતે તેના કાકાની દીકરીએ તેને ફોન કરી જાણ કરેલ કે ઈન્સ્ટાગ્રામ ઉપર કોઈ વ્યક્તિ આઈ.ડી થી તેના મામાના ઈન્સ્ટાગ્રામ ઉપર તારો ફોટો મકલી તારી ઓળખ આપી તારા નામે અભદ્ર મેસેજ કરે છે જેના સ્ક્રીનશોટ આપતા પરણીતાએ તેના પતિને બનાવ અંગે જાણ કરી પરણીત યુવતીએ 4 ઓગસ્ટે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા એક ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી બનાવનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...