વિરોધ:સાણંદ તાલુકાના 68 ગ્રામ પંચાયતના VCEની અચોક્કસ મુદતની હડતાળ

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયની માગણી ન સંતોષાતાં પગલંુ

છેલ્લા ઘણા સમયથી રાજયની અલગ અલગ ગામ પંચાયત ઇ ગ્રામ કોમ્પ્યુટર સહિસક પોતાની માગણીઓને લઈને સરકારમાં રજૂઆત કરી છે પરંતુ સરકાર દ્વારા માત્ર હૈયાધારણા આપી કોઈ માગણીનો અમલ ન કરતાં છેવટે સાણંદ તાલુકાનાં 68 ગામ ગામ પંચાયતના વી.સી.ઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી સાણંદ તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંતને આવેદન પાઠવ્યું હતું.અગાઉ રાજ્યના ઈ-ગ્રામ સેન્ટરોમાં ફરજ બજાવતા વીસીઈના મંડળ દ્વારા સરકાર સમક્ષ કેટલીક માગણીઓ મૂકી હતી.

પરંતુ, આ માગણીઓ મામલે સરકાર તરફથી યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળે 11મી મેથી અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાવા VCEઓને આહવાન કરાયું હતું. જેના પગલે સાણંદ તાલુકાના મોટી સંખ્યામાં VCEઓએ ઈ-ગ્રામ સેન્ટરોની કામગીરીથી અળગા થઈ હડતાળને સમર્થન આપવા સાણંદ તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કાર્યરત ઇ-ગ્રામ સેન્ટરોના VCE અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં ગ્રામ પંચાયત કક્ષાએ અપાતી સરકારી સેવા ઠપ્પ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...